રાજકોટમાં આજથી ત્રણ દિવસ ડાયાલીસીસ બંધ : દર્દીઓ હેરાન

  • August 14, 2023 03:32 PM 

આજથી કીડનીના તબીબોની હડતાલ શરૂ થઈ છે. ગઈકાલે સરકાર અને નેફ્રોલોજીસ્ટ એસો.ના તબીબો વચ્ચે થયેલી મીટિંગમાં સરકારે ઉકેલ લાવવાના બદલે પીએમજેવાય હેઠળ હોસ્ટિપલોને લેવાને નીકળતા ૬૫૦ કરોડ રૂા.નું ચૂકવણુ અટકાવી દેવાશે તેવી ગર્ભિત ધમકી આપી હતી.





સરકાર અને પીએમજેએવાય યોજનાના અધિકારીઓ દ્રારા તાજેતરમાં લેવાયેલ ડાયાલીસીસના ભાવ ઘટાડા સામે નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પેારેટ અને પ્રાઈવેટ હોસ્પિટલો અને કલીનીકો દ્રારા જાહેર કરેલા આંદોલનમાં તા.૧૪ થી ૧૬ મુખ્યમંત્રી અમૃતમ હેઠળ ડાયાલીસીસ સેવા બધં રાખી સરકારના નિર્ણયનો વિરોધ જાહેર કરવામાં આવેલ. જે સંદર્ભે સરકારના પ્રતિનિધિઓ અને પીએમજેએવાય યોજનાના અધિકારીઓ દ્રારા ડોકટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓને મંત્રણા માટે બોલાવવામાં આવેલ પરંતુ મંત્રણાના અંતે ઠાલા આશ્ર્વાસનો સિવાય કોઈ નકકર પગલાની બાંહેધરી ન મળતા નેફ્રોલોજીસ્ટ એસોસીએશનને હડતાલ દ્રારા જાહેર કરાયેલ આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે.  આ અંગે વધુ નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના હોદ્દેદારો જણાવે છે કે, ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન દ્રારા તા.૧૪ થી ૧૬ ત્રણ દિવસ પીએમજેએવાય ડાયાલીસીસ ન કરવાના  નિર્ણયના પગલે સરકારે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એસોસીએશનના હોદ્દેદારો અને હોસ્પિટલને વિવિધ પ્રકારે મૌખીક ધમકી આપવાનું શરૂ કયુ હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાયની ઘણી હોસ્પિટલો અને એસોસીએશનના હોદ્દેદારોને સમજાવવાના નામે ગર્ભીત ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો તમે પીએમજેએવાયના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો અમે હોસ્પિટલને ડી–ઈમ્પેનલમેન્ટ સરકાર સાથેનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને બાકી સરકાર પાસેથી લેણા નીકળતા પૈસા પણ અટકાવી દેવાશે તેવું એસોસીએશન સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની વિચાર્યા વગરની ગર્ભીત ધમકી આપતી વખતે પીએમજેએવાય અને સરકાર એ પણ ભુલી ગઈ કે, અત્યારે તો ખાલી ડાયાલીસીસના દર્દીઓનો જ પ્રશ્ન છે જો બધી જ હોસ્પિટલ સાથેનું જોડાણ રદ કરી દેવામાં આવશે તો હાર્ટ, કેન્સર, યુરોલોજી, ગાયનેક, મેડીસીન, સર્જરી, ઓર્થેાપેડીક વગેરે અનેક સ્પેશ્યાલીટીના દર્દીઓ પણ સારવાર વગર મુશ્કેલીમાં મુકાઈ જશે આવી સ્થિતિ ઉત્પન્ન કરી સરકાર શું કરવા માગે છે ? એ સમજાતું નથી.





રાયના પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલ, આઈકેડીઆરસીના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા, પીએમજેએવાયના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદની ટીમે ગુજરાત નેફ્રોલોજી એસોસીએશનના હોદ્દેદારોને મંત્રણા માટે બોલાવ્યા હતા પરંતુ ફકત મૌખીક ઠાલા આશ્ર્વાસનો આપી કોઈપણ પ્રકારની લેખીત બાંહેધરી વગર દર વખતની જેમ જ હડતાલ બધં નહીં કરો તો કાયદેસરના પગલા લેશું તેવી આડકતરી ધમકીઓ આપી ફરીથી વિદાય કરી દીધા હતા. જેથી ડોકટરોનું આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે અને તા.૧૪ થી ૧૬ના રોજ પીએમજેવાય ડાયાલીસીસ સેવાઓ બધં રાખીને વિરોધ ચાલુ રાખશે.   






ડાયાલીસીસના દર્દીઓ ચિંતા ન ક૨ે સિવિલનું સેન્ટર ૨૪x૭ કાર્યરત

૨ાજકોટ: કેન્દ્ર સ૨કા૨ની પીએમજેએવાય યોજનામાં ખાનગી તબીબો અને ટ્રસ્ટની હોસ્પિટલમાં ડાયાલીસીસની ૨કમમાં ઘટાડો ક૨વામાં આવતાં ૨ાજયભ૨ના નેફ્રોલોજીસ્ટ દ્રા૨ા આજથી તા.૧૬ સુધી હડતાલ પાડવામાં આવી છે અને દર્દીઓનું ડાયાલીસીસ નહીં ક૨વા માટેનું સ૨કા૨ને જણાવ્યું છે. ૨ાજકોટ શહે૨ અને જિલ્લાના ડાયાલીસીસના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં ઈમ૨જન્સી સહિત ૨૩ બેડનું સૌ૨ાષ્ટ્રનું સૌથી મોટું સ૨કા૨ી ડાયાલીસીસ કેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષ્ાથી પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે ૨૪–૭  ત્રણ શિફટમાં કાર્ય૨ત છે. અને દર્દીઓની સંખ્યા વધે તો ચા૨ અને પાંચ શિફટમાં ડાયાલીસીસીની સા૨વા૨ ક૨વામાં આવશે. આ માટે સ૨કા૨ની સુચના મુજબ ટેકનિશીયન, ૨ેસીડેન્ટ ડોકટર્સ, નસિગ સ્ટાફ, પે૨ામેડીકલ સ્ટાફની એક ટીમ એકસ્ટ્રા કાર્ય૨ત ૨ાખવામાં આવી છે. જ૨ પડયે એ સેવા આપશે. આથી ૨ાજકોટ સહિત જિલ્લાના દર્દીઓને ડાયાલીસીસ માટે કોઈ તકલીફ નહીં પડે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આ૨.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું. વધુમાં પીએમજેવાય યોજનાના નોડલ ઓફીસ૨ ડો.એમસી.ચાવડાએ ઉમેયુુ હતું કે, સિવિલ હોસ્પિટલના હીમો ડાયાલીસીસ સેન્ટ૨માં માત્ર ૨ાજકોટ જ નહીં મો૨બી, સુ૨ેન્દ્રનગ૨,જામનગ૨ સહિત આસપાસના જિલ્લાના દર્દીઓ ડાયાલીસીસ ક૨ાવવા માટે આવે છે.  


હાલ દ૨૨ોજના ૮૦ થી ૧૦૦ દર્દીઓનું ૨જિસ્ટ્રેશન મુજબ ડાયાલીસીસ ક૨વામાં આવે છે. કોવીડ સમયે પ્રાઈવેટ ડાયાલીસીસ કેન્દ્ર સજજડ બધં હતાં ત્યા૨ે કો૨ોના, એઈડસ અને એચબીએસના દર્દીઓનું પણ ડાયાલીસીસ ક૨વામાં આવતું હતું. એ સમયે પણ ડાયાલીસીસના દર્દીઓની સાયકલ અટકી ન હતી.



રૂા.૧પ૦૦ની કીટ એક દર્દીમાં એક જ વખત ઉપયોગમાં લેવાય છે
સિવિલનું ડાયાલીસીસ સેન્ટ૨ ૨૪૭ કાર્ય૨ત હોવાની સાથે દર્દીઓ ઉપ૨ પુ૨તું ધ્ય્ાાન આપવામાં આવે છે. આ ઉપ૨ાંત ડાયાલીસીસ માટેની જે કીટનો ઉપયોગ ક૨વામાં આવે છે એ કિટની અંદાજીત િકા.૧પ૦૦ થાય છે એ કિટ પ્રત્યેક દર્દી દીઠ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપયોગમાં લેવાયા બાદ તેને યુઝ એન્ડ થ્રો ક૨વામાં આવે છે. જો કે આ કીટ પ્રાઈવેટ હોસ્પિટલમાં એકથી વધુ વખત ઉપયોગમાં લેવામાં આવે છે.





૨જીસ્ટ્રેશનની સાથે જ સ્લોટનો સમય આપી દેવાશે: ડો.એમ.સી. ચાવડા
કોવીડ સમયે દર્દીઓને દ૨ેક મેડીકલ સા૨વા૨ માટે હાલાકીનો સામનો ક૨વો પડયો હતો એ સમયે પણ ખાનગી હોસ્પિટલો એ માનવતા મુકી માત્ર ખીસ્સા જ ભર્યા હતાં. એ સમયે પણ ડાયાલીસીસના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસની સેવા મળી ન હતી. એ કપ૨ા સમયે પણ  સિવિલનું ડાયાલીસીસ સેન્ટ૨ ૨૪૭ કાર્ય૨ત ૨હયું હતું. અને કોવીડગ્રસ્ત દર્દીઓનું પણ ડાયાલીસીસ ક૨વામાં આવ્યું હતું. ત્યા૨ે દર્દીઓને મુંજાવાની જ૨ નથી જે દર્દીઓને ડાયાલીસીસની જ૨ીયાત ઉભી થાય અથવા ચાલુ હોય તે દર્દીઓને હોસ્પિટલના પીએમએસએસવાય બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલો૨ પ૨ આવેલા સેન્ટ૨માં જઈ નામ ૨જીસ્ટ્રેશન ક૨ાવવાનું ૨હેશે જે બાદ તેમને સમય આપવામાં આવે એ સમયે દર્દીને આવવાનું ૨હેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application