મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ઉજવાયેલા સમાપન સમારોહમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને અપાઈ ભક્તિપૂર્ણ ભાવાંજલિ

  • January 16, 2023 03:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

યુગવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર 


અભૂતપૂર્વ મેનેજમેન્ટ, પ્રેરણાદાયી આકર્ષણો, કાર્યક્રમો અને પ્રદર્શનો દ્વારા ઐતિહાસિક અને ચિરસ્મરણીય બની જનાર ભવ્યાતિભવ્ય અને દિવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૩૦ દિવસમાં ૧ કરોડ ૨૧ લાખ  કરતાં વધુ દર્શનાર્થીઓએ મેળવી આંતરજાગૃતિની પ્રેરણા બન્યા હતા.સતત એક મહિના સુધી માનવ ઉત્કર્ષના મહાપર્વ એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશિષ્ટ સંધ્યા સભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ મેળવી હતી.


અનેકવિધ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા હજારોએ  બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનનો સંદેશ મેળવ્યો હતો

૧ લાખ ૨૩ હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે  નિયમબદ્ધ થયા હતા

૩૦ દિવસમાં ૫૬,૨૮,૯૫૫  સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું હતું.

એકત્ર થયેલું રક્ત ગુજરાતની ૧૫ બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યું હતું

કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્ય અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખોને  અભિભૂત કર્યા હતા. છેલ્લા એક મહિનાથી નારી ઉત્કર્ષ મંડપ બન્યું મહિલા સશક્તીકરણનું કેન્દ્ર

બાળ-નગરીના પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોમાંથી પ્રેરણા લઈ  અઢી લાખ કરતાં બધુ બાળ-બાલિકાઓએ નિયમકુટિરમાં વિવિધ નિયમો ગ્રહણ કર્યા હતા


પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલન માટે અવિરત કાર્યરત એવા ૪૫ જેટલાં વિભાગોના પ્રબંધન અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોના સેવા-સમર્પણ અને ભક્તિમય પુરુષાર્થથી સૌ નતમસ્તક થયા હતા 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application