નવ દિવસ સુધી બેઠા–બેઠા પગાર આપ્યા પછી ૨૪ નાયબ મામલતદારોની બદલી

  • February 10, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીનું સેટ અપ ૩૧ જાન્યુઆરીએ પૂં થઈ ગયું છે: પૂર્વ ઝોનમાં ખાલી પડેલી સર્કલ ઓફિસર અને નાયબ મામલતદારની જગ્યા ભરાય




ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના અનુસંધાને રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાએ તારીખ ૧ સપ્ટેમ્બર થી તારીખ ૩૧ જાન્યુઆરી માટે હંગામી મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું અને તેમાં નાયબ મામલતદારોને ચૂંટણીને લગતી જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ચૂંટણીનું મહેકમ તારીખ ૩૧ જાન્યુઆરીએ પૂં થયા પછી નાયબ મામલતદાર સંવર્ગના ૨૪ કર્મચારીઓને નવ દિવસ સુધી બેઠા–બેઠા પગાર આપ્યા પછી આજે બદલી કરી છે. બદલીના હત્પકમમાં સ્પષ્ટ્રપણે જણાવ્યું છે કે આ તમામ કર્મચારીઓને તારીખ ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધીનો સમય પ્રતીક્ષા યાદીનો ગણવાનો રહેશે.





જે વિભાગમાંથી નાયબ મામલતદારોને ચૂંટણીની કામગીરી માટે ઇલેકશન સેટ અપમાં મૂકવામાં આવ્યા હતા તે નાયબ મામલતદારોને આજના બદલીના લિસ્ટમાં તેમના મૂળ વિભાગમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેર પૂર્વજોન મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર ની ખાલી પડેલી જગ્યા પર વાય. એમ. ગોહિલને અને નાયબ મામલતદાર વાછાણી નિવૃત્ત થતા તેની ખાલી પડેલી જગ્યા પર રાજેશ કાલિયાની નિમણૂક કરવામાં આવી છે.





જે ૨૪ નાયબ મામલતદારોની આજે બદલી કરવામાં આવી છે તેમાં એમ. પી. ઉપાધ્યાયને પુરવઠા વિભાગમાં મૂકવામાં આવ્યા છે .એમ. એન. સોલંકીને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં મૂકવામાં આવ્યા છે. એચ.ડી. રૈયાણીને પ્રાંત બે કચેરીમાં, વર્ષાબેન વેગડાને પ્રાંત ૧ કચેરીમાં અને એમ.ડી. રાઠોડને ગ્રામ્ય પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે મૂકવામાં આવ્યા છે.





નાયબ મામલતદાર ડી.એચ.કાછડીયાને જસદણ પ્રાંત કચેરીમાં, જે. એલ. ગોંડલીયાને ગોંડલ, એસ.કે ઉધાડને પશ્ચિમ ઝોન મામલતદાર કચેરીમાં, વી. વી. સોલંકી ને ધોરાજીમાં, બી. વી. મોરડીયાને પડધરીમાં, આર.કે કાલીયાને રાજકોટ પૂર્વમાં, વાય. એમ. ગોહિલને પૂર્વજોન મામલતદાર કચેરીમાં, એલ. બી. ઝાલા ને દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં, જે. એમ. દેકાવાડીયાને રાજકોટ તાલુકામાં, એચ.જે.જાડેજા ને પુરવઠા વિભાગમાં, સી. જી. પારખીયાને કોટડા સાંગાણીમાં મૂકવામાં આવ્યા છે.




આ ઉપરાંત એસ.આર.ગીનોયાને લોધિકા, જે. એલ.રાજાવાઢાને જસદણ, વીબી રથવીને વિછીયા, એસ. આર. મણવરને ગોંડલ, બી એમ ખાનપરાને જેતપુર ગ્રામ્ય, બી. એમ. કમાણીને જામકંડોરણા, ડી.એન. કંડોરીયા ને ધોરાજીમાં અને બી.પી. બોરખેતરિયાને ઉપલેટા મૂકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application