ખારાબેરાજા ગામની જમીન સંબંધે વચગાળાના મનાઇહુકમ નામંજુર

  • February 25, 2023 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોજે ખારા બેરાજા ગામે આવેલ જુના રેસ.નં. ૧૦૬,૧૫૫, ૧૫૬ તથા ૨૨૫ વાળી જમીન સંબંધે નુરમામદ અલારખા પટ્ટા વિગેરેના કુલ મુખતયાર દયાળજી આંબાભાઇ ધારવીયાએ ડેકલેરેશન તથા કાયમી મનાઇહુકમ મળવા પ્રેમીબેન રાઘવભાઇ સોનગરા વિગેરેનાઓ સામે દાવો જામનગરની દિવાની અદાલતમાં દાખલ કરેલ અને દાવા સાથે આંક ૫ થી દાવાવાળી ખેતીની જમીન કોઇપણ ત્રાહિતને કોઇપણ સ્વરુપે ટ્રાનસફર, એસાઇન કે વેંચાણ કરેનહીંકે કરાવે નહીંતેમજ દાવાવાળી જમીનનું રેવન્યુ રેકર્ડ અને સ્થાનિકે યથાવત પરિસ્થિતિ જાળવી રાખે તેવો દાવો ચાલતા દરમ્યાન વચગાળાના મનાઇહુકમની માંગણી કરેલ.


પરોકત દાવાનો પ્રતિવાદી પ્રેમીબેન રાઘવભાઇ સોનગરા વિગેરેનાઓને સમન્સ બજતા વકીલ મારફત લેખિત જવાબ રજુ કરેલ, ત્યારબાદ વચગાળાના મનાઇ હુકમની અરજી જામનગરના જજ ડી.વી. સાવલીયાની અદાલતમાં ચાલી જતા પ્રતિવાદી પ્રેમીબેન રાઘવભાઇ સોનગરા વિગેરેના વકીલએ રજુ કરેલ લેખિત જવાબ તથા મૌખિક વિસ્તૃત દલીલો કરેલજેમાં મુખ્યત્વે રજુઆત કરેલકે, અગાઉ પ્રેમીબેન રાઘવભાઇ સોનગરા વિગેરેનાઓએ કરાર પાલનનો દાવો દાખલ કરેલ, જે દાવો મંજુર થયેલછે. અને ઉપરોકત કરાર પાલનના દાવામાં વાદી નુરમામદ અલારખા પટ્ટા વિગેરેનાઓએ પક્ષકાર તરીકે જોડાવવા માટે અરજી કઆપેલ અને ઉપરોકત અરજી કોર્ટે નામંજુર કરેલજેની સામે નુરમામદ અલરખા પટા વિગેરેનાઓએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરેલ:

​​​​​​​ જે પીટીશન પણ નામંજુર થયેલ, આમ હાલના દાવો એસ્ટોપલના સિદ્ધાંતનો બાધ નડે છે વિગેરે વિસ્તૃત દલીલો ઘ્યાને લઇ વાદી નુરમામદ અલારખા પટા વિગેરેનાઓની વચગાળાના મનાઇહુકમની માંગણી નામંજુર કરેલ. આ કેસમાં પ્રતિવાદીઓ પ્રેમીબેન રાઘવભાઇ સોનગરા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલ હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application