ખંભાળિયામાં એફએમ રેડીયો સ્ટેશન તાકીદે શરૂ કરવા માંગ

  • January 17, 2023 10:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરમાં અગાઉ કાર્યરત રહેલું ટી.વી. રીલે કેન્દ્ર કે જે આશરે ત્રણેક વર્ષથી બંધ હાલતમાં છે, આ જગ્યા તથા મશીનરી ઉપરાંત ટાવરનો ઉપયોગ થઈ કરીને એફ.એમ. રેડીયો સ્ટેશન થઈ શકે તેવી રજૂઆત અહીંની બિન રાજકીય અને પ્રબુદ્ધ નાગરિકો સાથેની નાગરિક સમિતિ દ્વારા જિલ્લા સાંસદ પૂનમબેન માડમને કરવામાં આવી હતી.


ત્યાર બાદ તેમના પ્રયાસોથી અહીં એફ.એમ. સ્ટેશનનું રિલે કેન્દ્ર ૧૦૧ નંબર તૈયાર હાલતમાં છે. આજ સ્ટેશન ઘણા સમયથી ફક્ત ઉદઘાટનની વિધિના કારણે શરૂ થવાની બાકી હોવા અંગે નાગરિક સમિતિના સદસ્યોની મુલાકાતમાં જાણવા મળ્યું છે.


આથી આ એફ.એમ. સ્ટેશન વહેલી તકે શરૂ કરી અને આસપાસના આશરે ૨૦ કિલોમીટર જેટલા વિસ્તારના લોકોને લાભ વહેલી તકે મળે તેમજ આનાથી કોમર્શિયલ જાહેરાતો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ મેડિકલ ઈમરજન્સી સમયે લોકોને લાભ મળે તે અંગેની રજૂઆત નાગરિક સમિતિના પ્રમુખ ડો. એચ.એન. પડિયા, ડો. તુષાર ગોસ્વામી, ધીરેનભાઈ બદિયાણી, એડવોકેટ હસમુખભાઈ બામરોટીયા, વિગેરે દ્વારા કરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application