અયોધ્યામાં રામલલ્લાના અભિષેકને પગલે ધાર્મિક પુસ્તકોની માંગ વધી

  • January 15, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાઈ, રામચરિત માનસ અને શ્રીમદ ભગવદ્ ગીતા અંગ્રેજીમાં છે? શું અયોધ્યા મહાતમ્ય, અયોધ્યા દર્શન, વિનય પીયૂષ અને તુલસી દોહાને સતક મળશે?  તમારી પાસે વાલ્મીકિ રામાયણ નથી, તો તે ક્યાંથી મળશે? અયોધ્યા અને રામ મંદિર માટેના સંઘર્ષ વિશે અધિકૃત પુસ્તકો શું છે? હાલમાં આવા અનેક સવાલો અયોધ્યા આવતા પ્રવાસીઓ અને રામ ભક્તો દ્વારા પુસ્તક વિક્રેતાઓને પૂછવામાં આવી રહ્યા છે.


અયોધ્યામાં શ્રી રામ પથ પરની લગભગ 90 વર્ષ જૂની લાઇબ્રેરીના બાલકૃષ્ણ ત્રિવેદીએ જણાવ્યું કે અગાઉ તેમની દુકાન પર એક વર્ષમાં લગભગ પાંચ હજાર પુસ્તકો વેચાતા હતા. ગયા વર્ષે લગભગ 30 હજાર પુસ્તકોનું વેચાણ થયું હતું. જેમા ગોસ્વામી તુલસીદાસના પુસ્તકોની માંગ વધારે છે.


અન્ય દુકાનદાર અમિત મૌર્ય કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં વિદેશી પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. ગીતા પ્રેસના રામચરિત માનસ અને શ્રીમદ ભગવદ્ ગીતાના અંગ્રેજી સંસ્કરણોની માંગ વધી છે. અશોક કુમાર કહે છે કે અયોધ્યામાં 30-35 દુકાનો પર ધાર્મિક પુસ્તકો વેચાય છે. અયોધ્યા દર્શન અને અયોધ્યા માહાત્મ્ય, વિનય પીયૂષ ભાગ્યે જ કોઈ દુકાનમાં જોવા મળે. યુવાન શુભમ કહે છે કે રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાને કારણે ધાર્મિક પુસ્તકોની માંગ વધી છે.

 


ગીતા પ્રેસ ગોરખપુરના મેનેજર લાલમણિ તિવારીએ કહ્યું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થતાં જ રામચરિતમાનસની માંગ અભૂતપૂર્વ રીતે વધી ગઈ છે.



અગાઉ, રામચરિતમાનસની 75,000 નકલો દર મહિને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. નવ મહિનામાં સાડા આઠ લાખ નકલો છપાઈ છે. છેલ્લા 2-3 મહિનાથી એક લાખ નકલો પણ ઓછી પડી રહી છે.



 જયપુરથી લગભગ 50 હજાર નકલોની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અમે  અસમર્થતા દર્શાવી.જગ્યાના અભાવે વધારાની પ્રિન્ટીંગ શક્ય નથી. માંગની સરખામણીમાં અમે માત્ર 70 ટકા પુસ્તકો જ પૂરા પાડવા સક્ષમ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા બાદ માંગ વધુ વધશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application