દિલ્હીમાં યુપીએસસીના 3 વિદ્યાર્થીઓના મોતથી બધા ચોંકી ગયા છે. શનિવારની સાંજે પડેલા ટૂંકા વરસાદથી આટલી તબાહી સર્જી શકે છે તેવો અંદાજ કદાચ કોઈએ પણ નહીં લગાવ્યો હોય. ત્રણ માળની ઈમારતના ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરમાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે ત્રણ વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. આ સમગ્ર ઘટનામાં મોટી બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, કોચિંગ સેન્ટર મોટા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે કહ્યું છે કે કોચિંગ સેન્ટર બેઝમેન્ટમાં લાઇબ્રેરી ચલાવી રહ્યું હતું, જે નિયમોની વિરુદ્ધ છે.
કોચિંગ સેન્ટરે આ મહિને એનઓસી પ્રમાણપત્ર મેળવ્યું હતું, જેમાં ત્રણ માળની ઇમારત, બિલ્ડિંગની નીચે સ્ટીલ્ટ પાર્કિંગ અને બેઝમેન્ટની મંજૂરી આપવામાં આવી હતી. ભોંયરું સ્ટોરેજ માટે વાપરવાનું હતું. એનઓસીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ભોંયરુંનો ઉપયોગ નિયમો અને કાયદા અનુસાર જ કરવો જોઈએ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભોંયરું જમીનથી લગભગ આઠ ફૂટ નીચે છે. શનિવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે જૂના રાજીન્દર નગરનો બડા બજાર રોડ પાણી ભરાઈ ગયો હતો. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓને સાંજે 7 વાગ્યે કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જવાની માહિતી મળી હતી. તેમને માહિતી મળી હતી કે કેટલાક વિદ્યાર્થીઓ ભોંયરામાં ફસાયેલા છે.
પોલીસ, ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. પાણી ભરાવાને કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાનો ભય હતો, આથી વિસ્તારની લાઈટો કપાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભોંયરામાં પણ સંપૂર્ણ અંધારું હતું. આ સિવાય ભોંયરામાં ભરાયેલા ગંદા પાણીમાં વિદ્યાર્થીઓ ભાગ્યે જ કંઈ જોઈ શકતા હતા. રેસ્ક્યુ ટીમે અંદર દોરડું નાખ્યું અને ખૂબ જ મુશ્કેલીથી વિદ્યાર્થીઓને એક પછી એક બહાર કાઢ્યા. આ પૈકી ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘણા કલાકોના બચાવ અભિયાન બાદ આજે સવારે 4 વાગ્યે ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ રાજધાનીમાં અન્ય વિધ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ પણ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે સંકૂલના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech