રાજકોટની જાણીતી પેઢી મંગલ દિપ વિરુદ્ધ બદનક્ષીનો દાવો

  • January 20, 2023 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની ટુંકી હકિકત એવી છે કે, આ કામમાં વાદી દિપકકુમાર ધીરજલાલ લાખાણી જામનગરાં શ્રી સોરઠ મસાલા ગૃહઉદ્યોગના નામથી મસાલા ઉત્પાદન કરી વેંચાવનું કામ કરે છે. અને પ્રતિવાદી મંગલદીપના નામથી વાદી કંપનીનો માલ રાજકોટ નવાગામ મુકામે વેંચાણનું કામ કરતા હતા, આ કામમાં પ્રતિવાદીએ રાજકોટ મુકામે હાલના વાદી સામે નેગો. ઇન્સ્ટ્રુએકટ મુજબ ખોટા ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ દાખલ કરેલ છે.



 જે ચેક રીટર્ન અંગેની ફરીયાદ વાદીએ પ્રતિવાદીને મોકલાવેલ માલના રીપ્લેશમેન્ટ માટે આપેલ ન હતાં, પરંતુ વાદી પ્રતિવાદી વચ્ચે થયેલ અન્ય વ્યવહાર માટે પડી રહેલ ચેકોનો દુરઉપયોગ કરી ખોટા ચેકો રીટર્ન કરાવી રાજકોટ મુકામે ખોટી નેગો. ઇન્સ્ટ્. એકટ તળેની ફરીયાદો કરેલ છે, તેમજ વાદી માર્કેટમાં મોટું નામ ધરાવતા હોય, વર્ષોથી પોતાની પેઢી ચલાવતા હોય, જેથી માર્કેટમાં વાદીની બદનક્ષી થાય તે પ્રકારનું વોટસએપ મેસેજ ફોટોગ્રાફસ સાથે લખાણ કરી અલગ અલગ વેપારી ગ્રુપમાં મેસેજ વાયરલ કરેલ હતા, તથા અન્ય ડીસ્ટ્રીબ્યુટર્સ, માર્કેટીંગ સ્ટાફમાંવાદી વિરુદ્ધ ખોટા આક્ષેપ કરી વાદીની બદનામી થાય તેવું કૃત્યુ કરેલ હતું.


આમ, આવી રીતેવાદીને તથા તેની પેઢીને બદનક્ષી થાય તે પ્રકાર કૃત્યુ કરેલ હોય, તેમજ આવા કૃત્યથી વાદીને શારિરીક, માનસિક તથા કૌટુંબિક રીતે નુકશાન પહોંચેલ હોય તથા આર્થિક રીતે પણ નુકશાન પહોંચાડેલ હોય, આમ, પ્રતિવાદીએ જાણી જોઇ માર્કેટમાં વાદીની પેઢીની છબી ખરાબ કરેલ હોય, તેમજ નુકશાન પહોંચાડેલ હોય, જેની વાદીના ધંધામાં માઠી અસર પડેલ હોય, જેથી વાદીએ પોતાના વકીલ મારફત મંગલદીપના પ્રોપરાઇટર, જયકુમાર ગીરશચંદ્ર મશરૂ વિરુદ્ધ બદનક્ષી નો જામનગરની અદાલતમાં દાવો દાખલ કરેલ છે. શ્રી સોરઠ મસાલા ગૃહઉદ્યોગની પેઢી તરફે નીતલ એમ. ધ્રુવ(એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ(એડવોકેટ, પુજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ઘ્વનિશ એમ. જોશી, તથા આસીસ્ટન્ટ જુનીયર કાજલ સી. કાંબરીયા રોકાયેલ હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application