દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. લોકસભા ચૂંટણી 2024 19મી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને આજે મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થયું છે. સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થયું છે.
મતદાનના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠકો પર પણ મતદાન થયું છે. તમામ બોલિવૂડ સેલેબ્સ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે આ વર્ષે પ્રથમ વખત પોતાનો મત આપ્યો. જાહ્નવી કપૂર, શિલ્પા શેટ્ટી, ધર્મેન્દ્ર, મલાઈકા અરોરા, અરબાઝ ખાન, જેકી ભગનાની-રકુલ પ્રીત સિંહ સહિત ઘણા સ્ટાર્સે આજે મતદાન કર્યું છે. બોલિવૂડની ટોચની જોડી અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ 20 મેના રોજ મતદાન કર્યું હતું.
દીપિકા પાદુકોણ હાલમાં પ્રેગ્નન્સી પીરિયડમાં છે. તે ગર્ભવતી છે અને આ વર્ષે માતા બનવા જઈ રહી છે. સોમવારે, દીપિકા પાદુકોણ તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે મુંબઈમાં ચાલી રહેલા મતદાન માટે મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ લૂઝ વ્હાઇટ કલરનું શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી હતી. રણવીર સિંહ પણ તેની પત્ની જેવા જ સફેદ શર્ટ-ડેનિમ જીન્સમાં પોલિંગ બૂથ પર પહોંચ્યો હતો. લૂઝ શર્ટમાં એક્ટ્રેસે તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આ દરમિયાન તે પોલિંગ બૂથ સુધી પહોંચવા માટે ધીરે ધીરે ચાલતી જોવા મળી હતી. પતિ રણવીર તેનો હાથ પકડીને તેને સેન્ટરમાં લઈ જતા જોવા મળ્યો હતો.
માતા-પિતા બનવા જઈ રહેલા આ કપલ છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં જોવા મળ્યા ન હતા. પરંતુ લોકસભા ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખીને બંને એકસાથે બૂથ પર પહોંચ્યા હતા. સૂત્રો મુજબ આ કપલ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech