જામનગર અને દ્વારકા જિલ્લામાં ૬.૨૫ લાખ પ્રિપેઇડ વિજ મીટરો મુકવા નિર્ણય

  • January 05, 2023 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી જુલાઇ મહીનાથી જ પીજીવીસીએલ દ્વારા રાજયભરમાં ખેતી સિવાયના તમામ વિજ કનેકશનોમાં નવા સ્માર્ટ મીટરો લગાડવામાં આવશે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આશરે ૬.૨૫ લાખ પ્રિપેઇડ વિજ મીટરો મુકવામાં આવશે. વિજળી મેળવવા માટે હવે મીટરોને પ્રિપેઇડ રિચાર્જ કરાવવાની સિસ્ટમ શરૂ કરવામાં આવશે, રેસીડેન્સીયલ, કોમર્શીયલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં જે મીટરો છે તેને આગામી મહીનાથી બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.


સરકારની સુચના બાદ પીજીવીસીએલ દ્વારા રિવમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ નામની યોજના ઘડવામાં આવી છે જેમાં પ્રિપેઇડ મીટરો બદલાવાશે, ખેતીના કનેકશનોમાં આ યોજના લાગુ નહીં પડે. જામનગર જિલ્લામાં ૪.૭૪ લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧.૫૧ લાખ જેટલા પ્રિપેઇડ મીટરો મુકવામાં આવશે અને જુલાઇ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. 


આ યોજના અંતર્ગત વિજ મીટરોમાં સિમકાર્ડ જેવું કાર્ડ મુકાશે, તમારી બેલેન્સ પુરી થયે તરત જ વિજળી બંધ થઇ જશે અને સર્કિટ મીટરમાં રિચાર્જ થયા બાદ ફરીથી વિજ પુરવઠો ચાલું થશે, નવા મીટર મેળવ્યા બાદ ગ્રાહકોને વિજળી મેળવવા એડવાન્સ નાણા ભરવાના રહેશે, આ નવી પ્રથાથી મીટર રીડીંગ, બીલીંગ, રિકવરીની પ્રથા અને વિજ ચોરી પકડવાની ઝુંબેશ ઘટી જશે, સામે છેડે નાગરિકો વિજ વપરાશ મીટર મુજબ ફોનની જેમ વિજ મીટર પ્રિપેઇડ રિચાર્જ કરાવી શકશે અને આમા ઓનલાઇન અને ઓફલાઇન સગવડતા રાખવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application