આંધ્રપ્રદેશ પર 9,74, 556 કરોડનું દેવું નાયડુ સરકારે બહાર પાડ્યું શ્વેતપત્ર

  • July 27, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે રાજ્યની નાણાકીય બાબતો અંગે શ્વેતપત્ર બહાર પાડ્યું છે, આ પહેલા ગુરુવારે વિધાનસભામાં શ્વેતપત્ર બહાર પાડતી વખતે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પર આકરા પ્રહારો કયર્િ હતા. તેમણે કહ્યું હતું કે 31 માર્ચ 2019 સુધી રાજ્યની તિજોરી પર 3 લાખ 75 હજાર 295 કરોડ રૂપિયાનું દેવું હતું, જ્યારે 12 જૂન 2024 સુધીમાં રાજ્યની તિજોરીનું દેવું 9 લાખ 74 હજાર 556 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકારે શ્વેતપત્રમાં જણાવ્યું છે કે રાજ્યના વિભાજન પછી, તેને 58% વસ્તી મળી જેણે સમગ્ર રાજ્યની આવકનો 46% આપ્યો. જેના કારણે આંધ્રપ્રદેશની માથાદીઠ આવક તેલંગાણા કરતા ઓછી થઈ ગઈ છે.
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વાયઆરએસ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પર નિશાન સાધ્યું હતું અને તેમની તુલના કોલંબિયાના અમીર ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર સાથે કરી હતી. વાસ્તવમાં, મુખ્ય પ્રધાન નાયડુ અગાઉની વાયએસઆરસીપી સરકાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ડ્રગની સમસ્યા પર રેડ્ડીની ટીકા કરી રહ્યા હતા.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને ડ્રગ્સના પ્રસાર અંગે શ્વેતપત્ર બહાર પાડતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તેમણે વાયએસઆરસીપીના વડા રેડ્ડીના શાસનના છેલ્લા પાંચ વર્ષમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ પાબ્લો એસ્કોબારને નાર્કો આતંકવાદી ગણાવ્યા અને આક્ષેપ કર્યો કે વાયએસઆરસીપી શાસન દરમિયાન આંધ્ર પ્રદેશમાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે ગાંજા કથિત રીતે મફતમાં ઉપલબ્ધ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application