સિક્કાના બંદરે લાંગરેલી રશિયન શીપના ક્રૂ-મેમ્બરનું મૃત્યુ

  • March 16, 2023 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક સિક્કા બંદરે લાંગરેલી એક રશિયન શીપમાં ફરજ પર રહેલા એક ક્રુ મેમ્બર રશિયન નાગરિકનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું છે. આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.


રશિયાથી  પનામા એમપી ચાર્વી નામની શીપ કે જેમાં ક્રૂડ-ઓઇલનો જથ્થો ભરીને ભારત દેશમાં આવી હતી, અને જામનગર નજીકના સિક્કા બંદરની જેટી પાસે લાંગરવામાં આવી હતી. 





દરમ્યાન તે શીપમાં રહેલા રશિયન નાગરિક એવા ક્રુ મેમ્બર યોરસ્મોલ યાનીનોવ (ઉ.વર્ષ ૫૪) કે જે બેશુદ્ધ બની જતાં પોતાની કેબિનમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.


 આ બનાવ અંગે જામનગરમાં રહેતા અને ખાનગી શિપિંગ કંપનીમાં ફરજ બજાવતા જોબિન થોમસ વર્ગીસે પોલીસને જાણ કરતાં બેડી મેરિન પોલીસ સ્ટેશન નો સ્ટાફ શીપ માં પહોંચ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતદેહને કોફીનમાં પેક કરીને તેના વતનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application