ઉપલેટા ભાદર પટ્ટી વિસ્તારોના ગામોમાં ઘરમાં પાણી ઘૂસી જતાં નુકસાન

  • July 11, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટામાં ભાદર પટ્ટી વિસ્તારનાં તલંગણા, કુંઢેચ, મજેઠી, લાઠ સહિતના ગામોમાં પાણી ફરી વળતા આ ગામોના ઘણા ઘરોમાં પાણી ઘૂસી જવાથી રાશન સહિતની સામગ્રી ફેલ થઈ જતાં તેનું રોકડ સહાય આપવા માગ પૂર્વ સાંસદ બળવંત મણવરે ઉઠાવી છે.પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી બળવંતભાઈ મણવરને રાજ્ય સરકારને એક પત્ર લખી ઉપલેટા પંથકમાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદને કારરે ભાદર પટ્ટી વિસ્તારના ગામોના ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે રોજેરોજનું કરીને ખાતા પરિવારો માટે ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખેત મજૂરી તેમજ ઘર વખરી પલરી જવાથી તેમને રોકડ સહાય ચૂકવવા માગણી ઉઠાવી છે. વધુમાં મણવરે જણાવેલ કે હાલ ખેતરોમાં ૧૫ દિવસ પગ મુકી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે મજૂરો બેકારી અને ભૂખમરો થાય તે પહેલા પગલાં લેવા માગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application