બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'મોચા'નો કહેર, બાંગ્લાદેશનો આઇલેન્ડ ડૂબવાનો ભય

  • May 14, 2023 06:57 PM 

હાલ કેટલાક દિવસથી ચક્રવાતી વાવાઝોડા મોચા ભારતીય ઉપખંડમાં મોટું નુકસાન થવાની ધારણા છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલ ચક્રવાત મોચા હવે બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેના કારણે મ્યાનમારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ વિસ્તારોમાં 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે પવનની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.

બાંગ્લાદેશના હવામાન વિભાગે કહ્યું છે કે 'મોચા' છેલ્લા 2 દાયકામાં દેશમાં ત્રાટકનારું સૌથી શક્તિશાળી ચક્રવાત બની શકે છે. આ કારણે બાંગ્લાદેશ-મ્યાનમારમાં ભારે પવન અને વરસાદનો સમયગાળો ચાલુ છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, "સાયક્લોન મોચા" દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપરના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. એવું માનવામાં આવે છે કે તે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર સ્થિત રોહિંગ્યા શરણાર્થી કેમ્પને પણ નષ્ટ કરી શકે છે.

રોહિંગ્યા રેફ્યુજી કેમ્પમાં હજારો રોહિંગ્યા મુસ્લિમો રહે છે. અહેવાલો મુજબ, ગયા શનિવારે રાત્રે "સાયક્લોન મોચા" મધ્ય અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવે તે વિશ્વના સૌથી મોટા શરણાર્થી શિબિરને અસર કરે તેવી શક્યતા છે.

આ ચક્રવાતી તોફાન કોરલ આઇલેન્ડ સેન્ટ માર્ટિનને પણ તબાહ કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે ટાપુ ડૂબી જવાનો ભય છે. આવી સ્થિતિમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખતરાને ધ્યાનમાં રાખીને, NDRFની 8 ટીમો અને 200 બચાવકર્તા બંગાળમાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ તોફાનનું નામ અરબ દ્વીપકલ્પના દેશ યમન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મોચા કોફી 500 વર્ષ પહેલાં લાલ સમુદ્રની સરહદે આવેલા યમનના દરિયાકાંઠાના શહેર "મોચા" દ્વારા વિશ્વમાં રજૂ કરવામાં આવી હતી. આ શહેરના નામ પરથી તોફાનનું નામ મોચા રાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application