રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે અટલ સરોવર ખાતે બપોરે એક કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કુલ ૫૭ દરખાસ્તો રજૂ થઈ હતી તેમાંથી ૫૫ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. કુલ પિયા ૪૫.૫૫ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોટું ૯.૪૮ કરોડનું કામ ઉપલા કાંઠાના વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૪, ૧૭, ૧૮ અને ૩૧ના જુદા જુદા ટીપી રોડ ડેવલપ કરવા માટેના કોન્ટ્રાકટનું કામ છે.
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં રહેલી કુલ ૫૭ દરખાસ્તોમાંથી એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૧૭ના ગુલાબ નગર કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન દત્તક યોજના હેઠળ રોટરી કલબ ઓફ રાજકોટ મિડ ટાઉનને વધુ બે વર્ષ માટે સોંપવાની માંગણી હતી, દરમિયાન આ અંગે ચેરમેન જયમીનભાઇ ઠાકરએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોટરી કલબ ને સોંપવામાં આવેલા અમુક યુનિટમાં સારા અનુભવો થયા ન હોય તેમ જ કલબ દ્રારા ધીમે ધીમે અલગ અલગ પ્રકારના ચાર્જ અને ફી લાગુ કરી કોમર્શિયલ પ્રકારની પ્રવૃત્તિ શ કરવામાં આવતી હોવાની શહેરીજનોમાંથી ફરિયાદો મળતી હતી જેના અનુસંધાને આ નિર્ણય કરી દરખાસ્તના ના–મંજૂર કરી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પચં મુજબ લેવલ–૯માં (વર્ગ–૨માં) ફરજ બજાવતા અધિકારીઓને સળગં નોકરીના ૧૨ વર્ષ બાદ લેવલ–૧૧ મુજબના પગારધોરણ સુધારણાના લાભ આપવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી જે પણ વિશેષ અભ્યાસના હેતુથી પેન્ડિંગ રાખવામાં આવી છે. આ દરખાસ્ત મંજુર કરવાથી મહાનગરપાલિકાની તિજોરી ઉપર મોટી રકમનું આર્થિક ભારણ આવશે તેમ જણાતા આ અંગે અભ્યાસ અને વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ ચેરમેન એ ઉમેયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech