રાજકોટ સંસદીય મતવિસ્તારના ૧૦,૫૦૦ ચૂંટણી સ્ટાફને ૧.૭૨ કરોડનું ચૂકવણું

  • May 22, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તારીખ ૭ મે ના રોજ યોજવામાં આવેલી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી કરોડો પિયામાં પડશે. કારણ કે ચૂંટણીમાં ૧૦,૫૦૦ નો સ્ટાફ રોકવામાં આવ્યો હતો. તેના પગાર ભથથા પેટે જ પિયા ૧.૭૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિધાનસભાની સાત બેઠક આવે છે અને મતદાન મથકોની કુલ સંખ્યા ૨૨૩૬ થવા જાય છે. પ્રત્યેક મતદાન મથક દીઠ સરેરાશ પિયા ૮,૦૦૦ નો ખર્ચ થયો છે.

ચૂંટણી સ્ટાફને પગાર ભથથા ચૂકવાઇ ગયા છે પરંતુ હજુ પોલીસ બંદોબસ્તના નાણાં ચૂકવવાના બાકી છે. એસઆરપી અને બહારથી આવેલ જવાનોની ટુકડીના પ્રવાસ ખર્ચ– ભથથા વગેરે ચૂકવવાનું બાકી છે.આ ઉપરાંત ચૂંટણી સ્ટાફ પાછળ કરવામાં આવેલ ચા પાણી નાસ્તા ભોજન મંડપ ગાદલા ગોદડા ખુરશી, શૂટિંગ માટે કેમેરા વિડીયોગ્રાફી વગેરેના ખર્ચાઓ બાકી છે.

ભાજપ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોએ પોતાને ૫૦ લાખથી ઓછો ખર્ચ થયો હોવાનું જણાવ્યું છે પરંતુ પાર્ટીનો ખર્ચ અને અન્ય ખર્ચાઓ જોતા આ ચૂંટણી પ્રજાને કરોડો પિયામાં પડી છે અને ત્યાર પછી પણ મતદાન ઘણું ઓછું થયું છે.
ચૂંટણી પૂરી થયા પછી હવે મતગણતરી આડે થોડા દિવસો બાકી છે અને તે બાબતને ધ્યાનમાં રાખી સ્ટાફની નિમણૂકની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આગામી તારીખ ૨૪ ના રોજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછાર આવા મતગણતરીના સ્ટાફને પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં તાલીમ આપશે અને તે વખતે માઇક્રો ઓબ્ઝર્વર સહિતનાઓ ઉપસ્થિત રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News