મોરબી શહેરમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો ગુનો નોધાયો હોય જે અંગેનો કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
તા. ૧૭-૦૪-૨૦૧૪ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો જેી એ ડીવીઝન પોલીસે અપહરણનો ગુનો નોધી તપાસ ચલાવી હતી અને ભોગ બનનાર મળી આવતા આરોપીએ શરીર સંબંધ બાંધ્યાનું ખુલતા પોલીસે આઈપીસીની કલમ ૩૭૬ અને પોક્સો એક્ટનો ઉમેરો કર્યો હતો જેી પોલીસે આરોપી રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને ઝડપી લીધો હતો
જે કેસ સ્પેશ્યલ (પોક્સો) જજ અને એડીશનલ સેશન્સ જજની કોર્ટ, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય સી દવે અને નીરજ ડી કારીઆએ કોર્ટમાં ૧૩ મૌખિક પુરાવા અને ૩૪ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલો કરી આરોપીને કડક સજા કરવાની માંગ કરી હતી જેને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને કસુરવાન ઠેવ્યો હતો કોર્ટે રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને આઈપીસી કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦૦૦ દંડ, આઈપીસી કલમ ૩૬૬ ના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને ૭ હજાર રૂપિયા દંડ તેમજ દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબના ગુનામાં ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ ફટકાર્યો છે આરોપીને કરવામાં આવેલ તમામ સજા એકસો ભોગવવાનો હુકમ કર્યો છે તેમજ જેલમાં કાચા કામના કેદી તરીકે વિતાવેલ સમય સજામાં મજરે આપવાનો કોર્ટે હુકમ કર્યો છે તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના મુજબ રૂ ૨,૬૨,૫૦૦ અને આરોપી જે દંડની રકમ રૂ ૨૨,૦૦૦ ભરે તેના સહીત કુલ રૂ ૨,૮૪,૫૦૦ નું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech