શહેરના માધાપર ચોકડી પાસે કેવલમ કિંગ્ડમ વોરા સોસાયટીમાં રહેતા મયુર કરશનભાઇ છુંછાર (ઉ.વ.30) ના યુવકે 150 ફૂટ રિંગ રોડ પર હાઈટેક ફિઝિયોથેરાપી સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી સાથે મળી લાખના બંગલા પાસે આવેલી સમર્પણ હોસ્પિટલમાં મોહિત દાખલ થઇ ત્યાંના પેરાલિસીસીની અસર હોવાના સારવાર અને નિદાનના કાગળો વીમા કંપનીમાં રજુ કરી તેમજ સિવિલ હોસ્પિટમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવી રૂ.40 લાખનો પોતાનો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડિક્લેઈમ પકાવવા માટે દાવો રજુ કર્યો હતો.
વીમા કંપની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપની દ્વારા સારવારના અને નિદાનના કાગળો જોતા તેમાં સમર્પણ હોસ્પિટલના એક જ તારીખમાં બે ડોક્ટરએ આપેલા જુદા જુદા વિરોધાભાસી અભિપ્રાય ઉપરાંત દાખલ સમય, લેબોરેટરીના રિપોર્ટનો સમય તેમજ સહયોગ ઇમેજિંગના એમઆરઆઈ રિપોર્ટમાં રેડિયોલોજિસ્ટના નામ વગર સહી હોવાનું ડોક્યુમેન્ટ બનાવટી હોવાની શંકાના આધારે થર્ડ પાર્ટી કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સહિતનાએ રાજકોટ આવી તપાસ કરતા આખું તરખટ ખુલ્લું પડ્યું હતું.
બનાવ અંગે અમદાવાદ સ્થિત ફિનિક્સ ઇન્સ્યોરન્સ એજન્સીના સ્થાપક ડો.રશ્મિકાંત જ્યંતિલાલ પટેલ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે તરકટ ઉભું કરનાર મોહિત છુંછાર, ફિઝિયોથેરાપિસ્ટ ડો.અંકિત કાથરાણી સામે ગુનો નોંધી ડો.અંકિત કાથરાણીને સંકજામાં લીધો છે. જયારે મયુરની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત સમર્પણ હોસ્પિટલના જવાબદાર કમર્ચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ હોસ્પિટલના વ્યક્તિની સંડોવણી ખુલશે તો તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેમ એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું છે.
કંપનીના સાહેબોને પતાવટ કરો, બાદમાં ક્લેઇમ વિડ્રો કરો
વીમા કંપનીની થર્ડ પાર્ટીનું ઇન્સ્પેક્શન કરતી કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ડો.રશ્મિકાન્ત પટેલ અને તેની સાથે ડો.રાજદીપ પરમારએ મોહિતને ચા બનાવતા પકડી પાડ્યો ત્યારે મોહિત હક્કોબક્કો થઇ ગયો હતો પોતાના વિમાના કાગડો ડો,અંકિતએ બનાવી આપ્યા હોવાનું કહેતા ડો.અંકિત કાથરાણીને બોલાવાનું કહ્યું હતું. ડો.અંકિત ત્યાં પહોંચ્યો હતો અને કંપનીના સાહેબોને પતાવટ કરો, બાદમાં ક્લેઇમ વિડ્રો કરો અમારે પૈસા નથી જોઈતા મયુર માથે દેવું થઇ ગયું હતું એટલે કર્યું હતું. હવે આવી ભૂલ નહીં થાય તમે કાંઈ આગળ ન વધતા. કંપનીના સાહેબોએ ક્લેઇમ વિડ્રો માટેની ઓન પેપર સહી પણ લઇ લીધી હતી.
મેં ને પ્યાર ક્યુ કિયા ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા
વર્ષ 2005માં બનેલી સલમાનખાન, સુસ્મિતાસેન, કેટરીના કૈફ અને રાજપાલ યાદવ સહિતના કલાકારોની મુખ્યભૂમિકા સાથેની મેને પ્યાર ક્યુ કિયા ફિલ્મમાં રાજપાલ યાદવ ઘોડી સાથે લંગડાતા હોસ્પિટલમાં આવે છે અને પોતાના પગ કામ ન કરતા હોવાનું ઓર્થોપેડિક ડોક્ટરની ભૂમિકામાં રહેલા સલમાનખાનને જણાવે છે. જયારે તેને સારવાર માટેનું કહેવામાં આવે ત્યારે પોતાને આ લંગડાપન માં વધુ મજા આવે છે કહી સારવાર કરાવતો નથી, અને એક ડાન્સ પાર્ટીમાં રાજપાલ યાદવ પહોંચે છે અને વોશરૂમમાં જઈ ઘોડી સાઈડમાં મૂકી દે છે અને આજે પોતે પણ ડાન્સ કરશે એમ કહેતી વખતે સલમાન પાછળથી આવે છે અને રાજપાલ યાદવે ઘોડી વગર જ જોઈ જાય છે. ત્યારે રાજપાલ યાદવની હકીકત સામે આવે છે. ત્યારે આ બનાવમાં પણ કદાચ ફિઝિયોથેરાપિસ્ટ ડો.હિતેશ કાથરાણી અને આરોપી મોહિત છુંછારે મેને પ્યાર ક્યુ કિયા ફિલ્મ જોઈ સીન ક્રિએટ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
ઘરમાં લંગડાતા ચાલતો મોહિત બાઈક ચલાવી હોટેલએ પહોંચી ચા બનાવ 'તો ને પકડાયો
અજબ આ જગત છે ઊંડા એના પાયા બધું જાણતા છતાં મેલાતી નથી માયા... તેની જેમ મોહિતને પણ પૈસાની માયા હોવાથી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળી એક તરકટ ઉભું કર્યું હતું. જયારે મયુર છુંછારના ઘરે વીમા પોલિસીની થર્ડ પાર્ટી ટીમ ઇન્સ્પેક્શનમાં આવી ત્યારે મયુર ઘરે હતો અને ફિઝિયોથેરાપિસ્ટ ડો.અંકિત કાથરાણી તેને ટેકો આપી ચલાવતો હતો. ત્યારે થર્ડ પાર્ટીની ટીમને મયુરએ કહ્યું હતું કે, હું ક્રિકેટ રમતો હતો ત્યારે ચક્કર આવતા મેં સહયોગ ઈમેજિંગમાં એમઆરઆઈ કરાવ્યા હતા અને હું સમર્પણ હોસ્પિટલમાં દાખલ હતો. ડોકટરે મને આરામ કરવાની સલાહ આપી છે. જયારે મયુરની સાથે અન્ય વ્યક્તિ તેને ચલાવતો હતો એ વ્યક્તિએ પોતાની ઓળખાણ ડો .અંકિત કાથરાણી તરીકે આપી હતી અને પોતાનું હાઈટેક ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર, 150 ફૂટ રિંગ રોડ હોવાનું અને અહીં કસરત કરાવવા માટે આવું છું, મોહિતભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી.કપડાં બદલી શકતા નથી, નાહી પણ શકતા નથી તેમ કહ્યું હતું. તપાસ ટીમને શંકા જતા મયુરના ઘરથી થોડે દૂર કારમાં ચારેક કલાક બેસી રાહ જોતા મયુર સાંજે છ વાગ્યે બાઈક લઈને બહાર નીકળ્યો હતો તેની બાઇકનો તપાસ ટીમે પીછો કરતા એકાદ કિમિ બાદ રજવાડી હોટેલ હોય ત્યાં મયુર ચા બનાવતો હતો. સમગ્ર બનાવનો તપાસ ટીમે વિડીયો પણ ઉતારી લીધો હતો.
એક જ દર્દીને સમર્પણ હોસ્પિટલના બે તબીબે જુદા જુદા અભિપ્રાય આપ્યા
ઘણી વખત દર્દીઓ ડોક્ટર ઉપર ભરોસો મૂકી પોતાની સારવાર-નિદાન કરાવતા હોય છે પરંતુ ડોક્ટર દ્વારા જ સગ નું બગ કરી નાખવામાં આવે ત્યારે સત્ય પકડાય ત્યારે ડોક્ટરોની પણ પોલ'ખુલતી હોય છે. મોહિતના કિસ્સામાં પણ ડોક્ટરોની પોલ ખુલી છે. મયુર છુંછારએ જ્યાં સારવાર માટે દાખલ થયો હતો એ સમર્પણ હોસ્પિટલના ડો.મેહુલ સોલંકીએ ડાબી બાજુએ પેરાલિસિસની અસર થઇ હોવાનું કેસપેપરમાં લખ્યું હતું જયારે મયુરે ક્લેઇમમાં મુકેલા એજ હોસ્પિટલના ફિઝિશિયન ડો.મનોજ સીડાના કન્સલન્ટન્ટ પેપરમા જમણી બાજુ પેરાલીસીસની અસર હોવાનું જણાવ્યું હતું. જયારે રજૂ કરવામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સહયોગ ઇમેજિંગના એમઆરઆઈ રિપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ જવાથી સ્ટોકની અસર થયાનું જણાવાયું હતું. પરંતુ રિપોર્ટ નીચે રેડીયોલોજીસ્ટની સહી કરનાર ડોક્ટરનું નામ લખેલું ન હતું. આથી સહયોગ ઇમેજિંગમાં તપાસ કરતા આ રિપોર્ટ અહીંના ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મયુર હોસ્પિટલમાં તા.17-4-24ના સાંજે 7 કલાકે દાખલ થયાનું કેસ પેપરમાં લખ્યું હતું. જયારે રજુ કરવામાં આવેલા સદગુરુ લેબોરેટરીના રિપોર્ટ તા.17-4-ના સવારે 11.43 કલાકના હતા. અને ડો.સીડાના કેસ પેપરમાં બ્લડ ટેસ્ટ કરવા માટેની સલાહ લખવામાં આવી હતી. આ જોતા કેટલીક શંકાઓ ઉપજતા તપાસના અંતે કૌભાંડ થાય પહેલા જ પકડાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech