જામનગરમાં કોલેજીયન પર હુમલો કરનારા ૮ સામે ગુનો

  • April 27, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે કોલેજીયન યુવાન પર હુમલો કરવા અંગેનો વિડીયો વાયરલ થયો હતો, જેના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે કોલેજીયન યુવાનની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈનગર શેરી નંબર-૨માં રહેતો અને પટેલ કોલોનીમાં આવેલી એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો અજયસિંહ દિલીપસિંહ જાડેજા કે જે યુવાન પર આજથી બે દિવસ પહેલાં વિદ્યાસાગર કોલેજની બહાર રોડ પર હુમલો કરાયો હતો, અને આઠેક જેટલા શખ્સોએ આવીને તું કોલેજમાં બહુ સીનસપાટા કરે છે. તેમ કહી તકરાર કરી હતી, અને યુવાનને ધોકા, ઢીકાપાટુ વડે મારકુટ કરી હતી. આ વેળાએ સાહેદ મહેન્દ્રસિંહ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો, ધમકી આપી હતી, જે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.


જે વિડીયો શહેર ભરમાં વાયરલ થયા પછી પોલીસે તપાસમાં ઝુકાવ્યું હતું, અને કોલેજીયન યુવાન અજયસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૨૦)એ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી સાવન  ચાવડા, સાહિલ તથા તેના અન્ય છ સાગરીતે સામે ગુનાઓ નોંધવામાં આવ્યો છે.

​​​​​​​
સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એસવી સામાણીએ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૫,૩૨૩, ૫૦૪,૫૦૬(૨) તેમજ રાયોટીંગ અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને તમામની શોધખોળ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application