જામનગરમાં કુંડીમાં ખાબકેલી ગાયનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ
જામનગરના વોર્ડ નંબર ૧૨માં આવેલા અલસફા પાર્ક વિસ્તારમાં એક એક ગાય અચાનક ખુલ્લી કુંડીમાં ખાબકી ગઈ હતી. ગાય કુંડીમાં પડી જતાં તે બહાર નીકળી શકે તેમ નહોતી અને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાયને સલામત રીતે બહાર કાઢવા માટે ફાયર ફાઈટરો દ્વારા જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત અને ચોકસાઈપૂર્વક જેસીબી વડે ઓપરેશન હાથ ધરીને ગાયને કુંડીમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવી હતી અને તેનો આબાદ બચાવ કરાયો હતો. ફાયર ટીમની આ ત્વરિત કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.
આ બચાવ કામગીરી દરમિયાન વોર્ડ નંબર ૧૨ના આમ આદમી પાર્ટીના નગરસેવિકા એડવોકેટ ઝેનબબેન ખફી પણ તાત્કાલિક ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હાજર રહીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ટીમની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application