રસ્તા પર અડચણરૂપી થાંભલા નાખી અવરોધ કરનાર સામે અદાલતમાં દાવો

  • January 20, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની ટુંકી વિગત એવી છે કે, પ્રેમચંદ શેઠ કોલોની શેરી નં. ર ખાતે રહેતા હરિશ સુંદરદાસ નાનવાણીના રહેણાંક વાળી જગ્યાએ જાહેર રાહ રસ્તો આવેલ હોય અને આ જાહેર રાહ રસ્તાનું કોલોનીમાં રહેતા લોકો તથા કોલોનીમાં અવર જવર કરતા લોકો તથા આડોશ પાડોશના લતાવાસીઓ અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે ઉપયોગ કરતા આવતા હોય.


 અને છેલ્લા થોડા દિવસોથી જ્ઞાનેશ સાવલા, રાજુભાઇ ગ્રાફીકવાળા, મુકેશ લીલારામ આશવાણી, હરિશ સેવરામ આશવાણી, નિલેષ માલદે, રાજકુમાર સુંદરદાસ સંગતાણી, મોતીલાલ વઘ્યોમલ હરજાણવાળાઓ એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસર રીતે અને અનઅધિકૃત રીતે સરકારી કોઇ રજા પરવાનગી લીધા વગર પોતાને અંગત ફાયદો થાય તેમજ કોલોનીમાં તેમજ આડોશપાડોશમાં રહેતા અને વેપાર ધંધો કરતા લોકોને નુકશાન પહોંચાડવાના તથા હેરાન કરવાના તથા ત્રાસ આપવાના બદ ઇરાદે રાહ રસ્તાની વચ્ચોવચ્ચ અડચણરૂપ થાંભલાનાખી દીધેલ હોય અને જેનાથી રીક્ષા, એમ્બ્યુલન્સ પ્રવેશ ન કરી શકતા હોય અને હાલાકી થતી હોય અને હેરાનગતી થતી હોયજે બાબતે અગાઉ કોલોનીના મેમ્બર્સ તથા લતાવાસીઓએ એસ્ટેટ શાખાને લગત ઉચ્ચ ઓથોરીટીને લેખિત ફરિયાદ આપેલ હોય અનેએસ્ટેટ શાખા રોજકામ કરવા આવેલ હોય પરંતુ રાજકીય ભલામણ અને દબાણના કારણ સબબ નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી ન કરી અવરોધરૂપ ત્રાસદાય રીતે ઉભા કરેલા લોખંડના થાંભલા દુર કરવાનું માત્ર પ્રતિવાદીઓને કહી ચાલ્યા ગયેલા હોય અને રાજકીય દબાણમાં આવી જઇ કોઇ કાયદેસરની કાર્યવાહી ન કરતા વાદી હરિશ સુૈ:દરદાસ નાનવાણી તથા અન્ય રહેવાસીઓએ પ્રતિવાદીઓએ અંગત ફાયદા ખાતર ગેરકાયદેસર રીતે રાહ રસ્તાની વચ્ચોવચ્ચ અવરોધરૂપ નાંખેલા લોખંડના થાંભલા દુર કરવા તથા ત્રાસ અને હેરાનગતિ દુર કરવા બાબતે પ્રતિવાદીઓ વિરુદ્ધ જામનગર અદાલત ખાતે ધોરણસરનો દાવો દાખલ કરેલ છે.

​​​​​​​આ કેસમાં વાદી તરફેવકીલ ઉમર એ. લાકડાવાલા રોકાયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application