ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવવા તથા કાયમી મનાઇ હુકમનો દાવો પ્રાથમીક તબક્કે જ રદ ઠરાવતી અદાલત...

  • March 17, 2023 11:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીવીલ અદાલતમા ગોરધનભાઇ ડાયાભાઇ અકબરી દ્વારા તેઓને ફુલચંદભાઇ કુંભાભાઇ દોઢીયા સાથે સારા સબંધો હતા અને વર્ષ ૨૦૦૧ મા ભુકંપ આવતા અને આગળના વર્ષો ખેતીમા સારા ગયેલના હોઇ તેઓને નાણાની જરૂરીયાત હોવાથી તેઓએ ફુલચંદભાઇ પાસે થી રૂા.૨૫,૦૦૦/- થોડા સમય માટે લીધેલા ત્યારે તેઓએ તમારે કાગળ ઉપર લખી આપવુ પડશે તેવુ કહેતા કાગળ મા સહી કરી આપેલ અને પછી આર્થીક પરિસ્થિતી સારી થય જતા પરત રૂપીયા ચુકવી આપેલા પરંતુ નવા કાગળ કરવાની જરૂર નથી અને કાગળ ફાડી નાખ્યા જે બાદ ફુલચંદભાઇ મુંબઇ મુકામે જતા રહેલા અને તેઓનુ અવશાન થતા તેમના વારસદારો દ્વારા વાદીએ પોતાની કહેવાતી નાદુના ગામના નવા રેવન્યુ સર્વે નં. ૪૧૨ વાળી ખેતીની જમીન કે જે "કટકી" તરીકે ઓળખાઇ છે તે જમીનમા ફુલચંદભાઇ કુંભાભાઇ જોગ ના સને ૨૦૦૧ ના વેચાણ દસ્તાવેજ ના આધારે તેમના વારસદાર દ્વારા વારસાઇ કરવાની અરજી આપવામાં આવેલ.


જેથી વાદીને દસ્તાવેજની જાણ થયેલ અને તેઓ પાસેથી તેની જમીનનો દસ્તાવેજ કરાવી લીધેલ છે અને આ દસ્તાવેજ મા અવેજ ચુકવેલાના તથા કબ્જા સોપણી ના ખોટા કથનો કરેલ છે તેવા પ્લીન્ટીંગ સાથે વાદી ગોરધનભાઇ ડાયાભાઇ અકબરી દ્વારા જામનગર નામદાર સીવીલ અદાલતમા પ્રજ્ઞાબેન ફુલચંદભાઇ દોઢીયા વિગેરે પાંચ વિરુધ્ધ તે સને ૨૦૦૧ નો તેઓએ કરી આપેલ તેની ખેતીની જમીન નો વેચાણ દસ્તાવેજ રદ ઠરાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ જે દાવામા પ્રતિવાદીઓ ને નોટીશ બજતા વકીલ મારફત હાજર થય પ્રતિવાદી તરફે વકીલ શ્રી સી.એન. મોતા દ્વારા સી.પી.સી. ઓર્ડર ૭ જુલ ૧૧ (ડી) અનવયેની વાદીનો દાવો સમય મર્યાદા બહાર નો હોઇ ચલાવવા પાત્ર ના હોઇ પ્રાથમીક તબક્કે જ રદ કરવા અંગે અરજી આપવામાં આવેલ.


જેનો વાદી તરફે વાંધા જવાબ રજુ થયા બાદ બન્ને પક્ષકારો ની દલીલો સાંભળી નામદાર સીવીલ અદાલતે પ્રતિવાદીઓના વકીલ સી. એન. મોતા ની દલીલ કે વાદી ક્લેવર ડ્રાફટીન્ગ ના આધારે સને ૨૦૦૧ મા પોતે જ કરી આપેલ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ રદ ઠરાવવા દાવા અરજી લાવેલ હોઇ અને તે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ની તેઓને ખુદ પોતે કરી આપેલ હોવા છતાં ૨૧ વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી જાણ જ ના હોઇ તે માની શકાઇ નહી અને રજીસ્ટર દસ્તાવેજ જ્યારે વાદી પોતે જ કરી આપેલ હોઇ તે રજીસ્ટર થયા ની તારીખ થી ત્રણ વર્ષ ની સમય મર્યાદામાં વાદી દ્વારા તે દસ્તાવેજ ચેલેન્જ કરવામા આવેલ ના હોઇ પ્રાથમીક રીતે જ વાદીની દાવા અરજી સમય મર્યાદા બહાર હોઇ અને આ અંગે નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરી પ્રતિવાદીની સી.પી.સી. ઓર્ડર ૭ રુલ ૧૧(ડી) ની અરજી મંજુર કરી વાદી નો દાવો પ્રાથમીક તબક્કે જ સમય મર્યાદા બહાર હોઇ રદ કરવા દલીલ કરેલ જે દલીલો ગ્રાહ્ય રાખી નામદાર ચોથા એડી. સીનીયર સીવીલ જજ નામદાર મનીષ દીલીપભાઇ નંદાણી દ્વારા પ્રતિવાદી ની અરજી મંજુર કરી વાદી નો દાવો પ્રાથમીક તબક્કે જ સમય મર્યાદાના બાધ નળતો હોઇ દાવા અરજી રીજેક્ટ કરવાનો હુકમ કરેલ છે.

 

આ કામમાં પ્રતિવાદીઓ તરફે વકીલ ચંદ્રેશ એન. મોતા, રસીદ એમ. ખીરા તથા મૈત્રી એમ. ભુત તેમજ નિશાબેન એચ. બારોટ રોકાયેલા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application