મકાનની કિંમત ઓળવી જવાના કૌભાંડમાં પોલીસ રીપોર્ટ રજુ કરવાનો અદાલતનો આદેશ

  • March 18, 2023 07:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રહેતા હુશેની સૈફુદીન શામ પાસે ૨૦૦૭ માં રજીસ્ટર વેંચાણ દસ્તાવેજથી બુરહાની પાર્કમાં આવેલ પ્લોટ નં. ૬૨-૨ વાળુ મકાન પોતાની માતાના નામે ખરીદ કરેલ હતું જે તે સમયે મકાનના માલીક ખોજેમાં ધાબરીયાએ મકાનના અસલ દસ્તાવેજો બેન્કમાં ગીરો મુકેલા હોય બેન્કમાંથી મળ્યેહુશેનીનીને આપી દેશે તેવો ભરોસો આપી મકાનનો વેંચાણ દસ્તાવેજો બેન્કમાં ગીરો મુકેલા હોય બેન્કમાંથી મળ્યે હુશેનીને આપી દેશે તેવો દિલાસો આપી મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ અનેમકાનની ચાવી ફરીયાદી હુશેને શામને આપતા ફરીયાદી તેમાં પરીવાર સાથે રહેવા લાગેલ.


બાદમાં ખોજામાં ધાબરીયાએ અસલ દસ્તાવેજો બેન્કમાંથી આવતા મહમદ અબ્બાસ પેટીવાલા સાથેમળી રંજનબેન મહેશ સચદેવ, જીતેન્દ્ર લક્ષ્મીદાસ નંદા અને અસ્માબેન અબ્બાસ, ભારમલ અનેમુસ્તફા અબ્બાસ ભારમલે કાવતરુ રચી ફરીથી ત્રાહિત વ્યકિતના નામેવેચાણ દસ્તાવેજ કરેલ અને ઉજ્જવલ સ્મોલ ફાયનાન્સ બેન્ક લી.ના મેનેજરસાથેમળી નવા દસ્તાવેજ આધારે લોન મેળવી લીધેલ.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતાફરીયાદીએ જિલલા પોલીસ વડાને તા.૯-૧૦-૨૨ના રોજ અરજી કરેલી. પરંતુ પોલીસે આ બોગસ દસ્તાવેજ અંગે ગુનો દાખલ ન કરતા ફરીયાદીએ જામનગરની અદાલતમાં ફરીયાદ કરી હતી. આ કેમસાં ફરીયાદી તરફે વકીલ વી.એચ. કનારાએ રજુઆત કરી હતી કે, ઉજ્જવલ સ્મોલ ફાયનાન્સ કંપનીના મેનેજર ખોજેમાં ધાબરીયા, મહમદ પેટીવાલા, મુસ્તફા ભારમલ અનેઅસ્માબેન મળી ફરીયાદીનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ૨૦૦૭નો હોવા છતાં આ મિલકતમાં ફરીયાદી ૨૦૦૭ થી રહેતા હોવા છતાં આ મિલ્કત પચાવી પાડવા બનાવટી દસ્તાવેજ અને રૂ. ત્રીસ લાખ લોનનું  કૌભાંડ આચારેલ છે. ફરીયાદી તરફે રજુઆત ઘ્યાને લઇ અદાલતે ફરીયાદીએ પોલીસમાં ફરીયાદ કરેલ ફરીયાદ અંગે સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં પોલ. ઇન્સ્પેકટરને દસ દિવસમાં લેખીત રીપોર્ટ રજુ કરવા આદેશ કર્યા છે.


લલીતાબુમારીના કેસમાં સુપ્રિમ કોર્ટ મિલકત સંબંધી કેસોમાં ૭ દિવસમાં ફરીયાદ દાખલ કરવી જોઇએ. તેવો આદેશ હોવા છતાં આ કેસમાં પોલીસે ૭ દિવસમાં ફરીયાદ નોંધવામાં નિષ્ફળ જતા ચીફ જયુડી. મેજી.ની એમ.એમ. સોનીએ આદેશ કર્યો છે. ફરીયાદી તરફે વકીલતરીકે વી.એચ.કનારા, ધીરેન એચ. કનારા, શ્રદ્ધા કનારા, શૈલેશ વોરીયા, ધીરેન એન.ભેડા, ડી.બી.બારડ, સુનીલએસ. ખાંભલા રોકાયેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application