ભાનુશાળી પરિણીતાના આત્મહત્યાના કેસમાં પતિના જામીન મંજુર કરતી અદાલત

  • February 15, 2023 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જામનગર ખાતે વસવાટ કરતા વસવાટ કરતા ભાનુશાળી સુનીલભાઈ ઉમેદભાઈ નાખવાના દિકરી સપના (ઉ.વર્ષ્ ર૦) ના લગ્ન ફેબ્રુઆરી ર૦રરના આરસામાં તેમના જ જ્ઞાતીના અને જામનગર ખાતે વસવાટ કરતા વિમેશભાઈ નંદાના પુત્ર ચિરાગ સાથે થયેલા, અને લગ્નબાદ પરણીતા સપના તેમના પતી, સાસુ સસરા અને નણંદ સાથે વસવાટ કરતા હતા, લગ્નબાદ ચાર માસ સુધી સારી રીતે લગ્ન જીવન ચાલેલ અને ત્યારબાદ સાસુ સસરા, પતી અને નણંદ મેણા-ટોણા મારી અને દુ:ખ, ત્રાસ આપતા હતા અને પતી ચીરાગભાઈ દારૂ પીને મારકુટ કરતા હતા, પરંતુ પરણીતા સપનાબેહેન ભવિષ્યમાં સારૂ થઈ જશે તેવી આશા સાથે આ તમામ સહન કર્યે રાખ્યું હતું. પરંતુ આરોપીઓના ત્રાસ દિન-પ્રતિદીન વધતા જતાં હતા અને તે બાબતની જાણ પરણીતા સપનાબેને તેમના માતા નિતાબેન નાખવાને કરેલી હતી, આ દરમ્યાન તા. ૦૪-૧-ર૦ર૩ના રોજ પરણીતાના દાદીજી સાસુનો ફોન મરણજનારના માતાને આવેલ અને જણાવેલ કે, સપના ઉપરના રૂમમાં ચાલ્યા ગયેલ છે અને રૂમનો દરવાજો ખોલતા નથી તેવી વાત કરતા નિતાબેન તાત્કાલીક પહોંચી ગયેલ અને રૂમનો દરવાજો ખોલતા સપનાબહેન ચુંદડીથી પંખામાં ટીંગાઈ અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવેલ હતી. આમ, સપનાબહેનને હોસ્પિટલ લઈ જવામાં આવેલ અને ત્યાં તેમને મરણ ગયેલ હોવાનું જણાવેલ, ત્યારબાદ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સપનાબેનના માતા નિતાબેને આ બાબતની વિગતવાર પતી, સાસુ, સસરા અને નણંદ સામે આત્મહત્યા કરવા મજબુર ર્ક્યાની ફરીયાદ આપેલ, જેમાં પોલીસ ધ્વારા આરોપીઓની અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જેલહવાલે કરવામાં આવેલ હતા, જેમાં પતી ચીરાગ વિમેશભાઈ નંદાએ અદાલતમાં જામીન અરજી દાખલ કરતા આરોપીના વકીલની વિસ્તૃત દલીલો કરવામાં આવેલ આમ, તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ રજુઆતો અને દલીલો માન્ય ગણી અને આરોપી પતી ચીરાગ વિમેશભાઈ નંદાને નામ઼અદાલતે જામીન મુક્ત કરેલ આ કેશમાં આરોપી પતી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, ત્થા નિતેષ્ મુછડીયા રોકાયેલા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application