મનપાના સીટી ઇજનેરને ધમકી અને ખંડણીના ચકચારી કેસમાં પૂર્વ કોર્પોરેટરના જામીન મંજુર કરતી અદાલત

  • July 12, 2024 09:33 PM 

@ જામનગર મહાનગર પાલીકા પુર્વ કોર્પોરેટર દીપુ પારીયા દ્વારા સીટી ઈજનેર અને પુર્વ ડીએમસી પાસેથી ખંડણી અને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાના કેશમાં રીમાંડ ના-મંજુર કરી અને આરોપીને જામીન મુકત કરતી અદાલત"

"આરોપી પુર્વ કોર્પોરેટર ૩ માસથી નાશતા ફરતા હતા, પોલીસ ધ્વારા વોન્ટેડના પોસ્ટરો પણ છપાવેલ હતા"

આ અતી ચકચારી કેશની હકિકત એવી છે કે, જામનગર મહાનગર પાલીકાના સીટી ઈજનેર અને પુર્વ ડી.એમ.સી. ભાવેશ નટવરલાલ જાની ધ્વારા જામનગર સીટી 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા આરોપી અને પુર્વ કોર્પોરેટર એવા તેજસી ઉર્ફે દીપુ પારીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી તેમની ઓફીસની ચેમ્બરમાં જઈ અને વોર્ડ નં. ૭ની ફાઈલ મંજુર કરતા નથી દબાવીને રાખો છો, તમારે ગમે તેમ કરીને મંજુર કરવી જ જોઈશે, પહેલા હું કોર્પોરેટર હતો હવે મારી પત્ની છે, કોર્પોરેટર તેમ જણાવી અને ગેરશબ્દો બોલી અને જો હું કહું તેમ નહી કરો તો તમારા સામે એટ્રોસીટીની ફરીયાદ કરી અને તમને હેરાન કરાવી નાખીશ અને દર મહીને ૧ લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકીઓ આપી અને ખંડણી માંગેલ અને કાઠલો પકડી અને ગાળો બોલેલ અને ધમકીઓ આપેલ અને પર્સનલ ફોન ચાલું જ રાખવો અને હું જયારે ફોન કરૂ ત્યારે તારે મારો ફોન ઉપાડી જ લેવો નહી તો તને જીવવા નહી દઉં અને ખોટા કેશમાં ફીટ કરી નાખીશ, તેવી ધમકી આપેલ અને ફરજ રૂકાવટ કરેલ અને ખંડણી સ્વરૂપે પૈસાની માંગણી કરેલ.


આ બાબતની ફરીયાદ આજથી ૩ માસ પહેલા દાખલ થયેલ, જે તે સમયે ફરીયાદ દાખલ કરતા આરોપી નાશી ભાગી ગયેલ હોય, જેથી ૩ માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને આરોપી મળી આવતો ન હોય, જેથી આરોપીના વોન્ટેડના પોસ્ટર પોલીસ ધ્વારા છાપવામાં આવેલ હતા, ગત તા. ૧૧/૦૭/૨૦૨૪ના રોજ આરોપીની અટક કરવામાં આવેલ અને તેમને પોલીસ કસ્ટડી દરમ્યાન જા.મ.પા. ખાતે લઈ જવામાં પણ આવેલ અને રીવ્હલસલ પણ કરાવવામાં આવેલ, અને ત્યારબાદ તેમને નામ અદાલતમાં રજુ કરી અને રીમાંડની માંગણી કરવામાં આવેલ.


જેમાં આરોપીને વધુ પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય, તેઓ ૩ માસ જેટલો સમય નાશતા ફરતા હોય, તે બાબતની દલીલો કરવામાં આવેલ અને આ રીતે કેટલી ખંડણી લીધેલ હોય, વિગેરે બાબતના મુદાઓ રજુ કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે ધારદાર દલીલો કરવામાં આવેલ કે, આરોપી એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ હતા, તેઓ પુર્વ કોર્પોરેટર છે, અને તેમના પત્ની હાલ ચાલું કોર્પોરેટર છે, અને પ્રજાના પ્રતિનીધી તરીકે અધિકારી સાથે વારંવાર કોઈને કોઈ કામ બાબતે ધર્ષણ થતું હોય અને સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય, તે સામાન્ય બોલાચાલીને આ રીતે માટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને આ જે આક્ષેપો છે, તેમાં ખંડણીની માંગણી કરેલ છે, ખંડણી લીધેલ હોય, તેવા આક્ષેપો નથી તેથી આ બાબતના કારણોથી રીમાંડ મંજુર કરી શકાય નહી, તે દલીલો સાંભળી અને અદાલતે રીમાંડની પોલીસની માંગણી રદ કરેલ અને ત્યારબાદ આરોપી ધ્વારા જામીન મુક્ત થવા અરજી દાખલ કરેલ, તેમાં સરકાર પક્ષે રજુઆતો થયેલ કે, આ રીતે ખંડણી માંગણી અને ફરજ રૂકાવટ કરેલ હોય, અને સતાનો દુરૂપયોગ કરેલહોય, અને અધિકારી ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરેલ હોય, અને ગુન્હો દાખલ થયા બાદ ૩ માસ સુધી આરોપી નાશતો ફરતો હતો, તે સંજોગો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી.


તેની સામે આરોપી પક્ષે રજુઆતો થયેલ કે, સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને અધિકારી અને સતાધીશો વચ્ચે વારંવાર પ્રજાના પ્રશ્નોના કારણે નાની મોટી બોલચાલી થતી હોય, પરંતુ કોઈ અંગત અદાવત રાખી અને ભારે કલમોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આરોપી ક્યાંય નાશી ભાગી ગયેલ ન હતો, તેમને પોતાએ કાયદામાં જે જે અધિકાર આપેલ છે, તેનો તેને ઉપયોગ કરેલ છે, તે રેકર્ડ ઉપરની હકિકતો છે, તેઓ કયાંય નાશી ભાગી ગયેલ નથી અને જનાર પણ નથી, અને હાલ આરોપીના પત્ની કોર્પોરેટર છે, જો આ રીતે પ્રજાના સતાધીશોને આવી ફરીયાદ કરી અને દબાવી દેવામાં આવે તો અધિકારી જ સર્વોપરી થઈ જશે, અને આરોપી ધંધાદારી વ્યકિત પણ છે, તેઓ કયાંય નાશી ભાગી જશે નહી, તે સંજોગોમાં જામીન મુક્ત કરવા જોઈએ, આમ, તમામ દલીલો રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી તેજશી ઉર્ફે દિપુ પારીયાને નામ.ચીફ કોર્ટ ધ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application