પતિ દ્વારા છુટ્ટાછેડા મેળવવાનો દાવો મંજુર કરતી અદાલત

  • February 24, 2023 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરમાં રહેતા અમિત પીતાંબરભાઈ મકવાણા કે જેઓ ૨૦૦૭ નર્સિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે જામનગરમાં રહેતા કીર્તિબેન રાજેન્દ્રકુમાર પરમાર સાથે પરિચયમાં આવેલા અને તેઓ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ અને બન્ને એકજ જ્ઞાતિના હોય કુટુંબીક સહમતીથી તા.૧૮/૦૫/૨૦૧૨ ના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન કરવામાં આવેલા અને લગ્ન બાદ તેઓ સંયુક્ત કુંટુબમાં વઢવાણ મુકામે રહેવા ગયા હતા. ત્યાં દિવસ ૧૦ રહ્યા બાદ કુટુંબીક રીત-રીવાજ મુજબ માતાના ઘરે પરત ચાલ્યા ગયેલા, ત્યાં જઈને તેમણે જણાવેલ કે તેઓ વઢવાણ મુકામે નહીં પરંતુ જામનગર મુકામે રહેવા માંગે છે.


પરંતુ ૬ મહિના બાદ તેઓને સમજાવટથી ફરી પાછા વઢવાણ મુકામે લઈ આવેલા પરંતુ પરત આવ્યા બાદ બટેટાની સૂકીભાજીનું શાક બનાવવાની બાબતે ઝઘડો થયેલો અને તેણી પરત તેના માતા-પિતાના ઘરે ચાલ્યા ગયેલા. બાદમાં અનેક સમજાવટો કરવા છતાં તેણી સાસરામાં પરત ન ફરતા અને તેણીએ પોતાનું પોસ્ટીંગ ઈરાદાપૂર્વક જામનગર ખાતે કરાવી, જામનગર જ રહેતા હતા. આથી અમિતભાઈ અને તેમના પિતા દ્વારા પત્રો તેમજ સમાજના આગેવાનો દ્વારા સમાધાનનો પ્રયત્ન કરવા છતાં કોઈ હલ ન નીકળતા અમિતભાઈ દ્વારા ફેમેલી કોર્ટમાં છુટ્ટાછેડા મેળવવા માટે દાવો દાખલ કરવામાં આવેલ હતો.


જે દાવો ફેમેલી કોર્ટમાં ચાલતા અમિતભાઈના વકીલ તરફે મુખ્યત્વે એવી રજૂઆત કરવામાં આવેલ કે, માત્ર ચૌદ દિવસનું લગ્નજીવન વિતાવીને પત્ની તરીકેની કોઈજ ફરજો કે જવાબદારીઓ નિભાવેલ નથી અને આ રીતે સ્પસ્ટ રીતે અરજદાર એવા અમિતભાઈ સાથે મેન્ટલ કુઅલ્ટી થયેલ છે, અને તેણી સંપૂર્ણ રીતે પોતાના પગભર છે અને કમાવવા સક્ષમ છે. આથી તેણી કોઈ એલીમની મેળવવા હક્કદાર નથી, જે તમામ રજુઆતો ગ્રાહ્ય રાખીને ફેમેલી કોર્ટ જામનગર દ્વારા અમિત પીતાંબરભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છુટ્ટાછેડા માટેનો દાવો મંજુર કરતો હુકમ ફરમાવેલ છે, તેમજ પત્ની તરીકે કીર્તિબેન રાજેન્દ્રકુમાર પરમાર કમાવવા માટે સક્ષમ હોય કોઈ એલીમનીનો હુકમ કરેલ નથી. આ કેસમાં અરજદાર અમિત પીતાંબરભાઈ મકવાણા તરફે વકિલ રૂચિર આર. રાવલ, સંજય વિ. નંદાણીયા, જયવીર વરૂ, પ્રકાશ પી. માંડવિયા તથા યજુવેન્દ્રસિંહ પરમાર રોકાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application