છૂટ્ટાછેડાની અરજી મંજૂર કરતી અદાલત

  • January 07, 2023 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં નંદનવન સોસાયટીમાં રહેતા હિતેષ રમેશભાઇ ભટ્ટીનાં લગ્ન રાજકોટ રહેતાશિતલબેન બાબુભાઇ ચૌહાણસાથેથયેલાં તેમનાંપત્ની ત્રણેક વર્ષ પહેલાંતેમના પતિનો કોઇ વાંક ગુન્હોન હોવા છતાંપોતાના માવતરે ચાલ્યા ગયેલ ત્યારબાદ સમાધાન કરી તેમનાં પતિના ઘરેપરત આવેલા ત્યારબાદ તેમના પતિ એટલેકે અરજદાર સાથે વારંવાર ઝઘડો કર્યા કરતા ત્યારબાદ વારંવાર માવતરે ચાલ્યા જતા અને પતિ મજુરી કામે ગયેલ હોય તે દરમ્યાન તેઓ કોઇને કહ્યા વિના ચાલ્યા જાય પતિ ઘરે પરત આવે ત્યારે આજુબાજુના લોકો કહે કે તમારા પત્નિ ચાલ્યા ગયેલછે ત્યારે પતિને આ બાબતની ખબર પડતી. ત્યારબાદ પતિ વારંવાર સમાધાન કરી પરત પોતાની પત્નીને બોલાવી લાવેલા આમ કુલ દસેક વખત પત્ની સાથેસમાધાન કરી પરત ઘરે લાવેલા અનેપત્ની જયારે માવતરે જતી ત્યારે ભરણપોષણના કેસ કરતી કુલ ત્રણ વખત ભરણપોષણના કેસો કરેલ અને સમાધાન કરી કેસો પરત ખેંચીલઇ પતિ સાથે રહેવા આવતા છેલ્લે પોતાના પતિસાથે વિના કારણે ઝઘડો કરી પોતાના માવતરે જતા રહેલ આ બાબતની પતિદેવે જામનગરની ફેમીલી કોર્ટમાં છુટાછેડા મેળવવા અરજી કરેલ જેમાં પતિ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે પત્ની વારંવાર રિસામણે ચાલ્યા જતા, વારંવાર ભરણપોષણના કેસો કરતા, પતિ તથા તેના પરિવારના સભ્યોની સામે ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપતા તેમજ છુટાછેડા કરવાની ધમકી આપતા, પતિની સહમતી વગર પોતાના માવતરે જતી રહેતી, કોઇ ખાસ કારણ વગર પતિથી અલગ રહેતી હોય, પત્ની વાજબી કારણ વગર સમાધાન કરવા તૈયાર ન હોય કે સાથે રહેતી ન હોય વગેરે દલીલો કરતાં ફેમીલી કોર્ટે અરજદાર પતિદેવની અરજી મંજુર કરી છુટાછેડાનો હુકમ પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટના જજ એમ.એસ. સોનીએ કરેલ. આ કેસમાં વકીલ સુરેશ વી. પરમાર, અનિલ વી. પરમાર તથા પરેશ પી. નકુમ રોકાયેલા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application