જામનગર નજીક વસઇ પાસે બાઈક આડે કુતરૂ ઉતરતાં દંપતિ ખંડીત

  • September 20, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાલુકાના વસઇ ગામમાં રસ્તામાં બાઇક આડે અચાનક કુતરૂ  ઉતરતા બાઇક સ્લીપ થતા દંપતિ ફંગોળાઇ ગયા હતા, જેમાં મહિલાનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે, જયારે તેણીના પતિને માથાના ભાગે ઇજા થઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોર અને કુતરાઓના કારણે નાના, મોટા અકસ્માતો અવારનવાર બને છે જેમાં વધુ એક બનાવનો ઉમેરાયો થયો છે.



જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા રાજેશભાઇ લવજીભાઇ કણજારીયા અને તેમના પત્ની દેવીબેન બંને મોટર સાયકલમાં બેસીને ગઇકાલે ખીમરાણા ગામથી બેડ તરફ જતાં હતા, ત્યારે વસઇથી આગળ ગોળાઇ પર પહોંચતા મોટર સાયકલની આડે અચાનક કુતરું આડું ઉતરતાં બાઇક સ્લીપ થવાથી દંપતિ ફંગોળાઇ ગયું હતું.



આ અકસ્માતમાં દેવીબેનને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા પહોંચતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પતિ રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે બેડ ગામમાં રહેતા હસમુખ ધરમશીભાઇ કણજારીયાએ સિક્કા પોલીસમાં જાણ કરતાં ટુકડી દોડી આવી હતી અને વિગતોના આધારે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application