રિતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર' રિલીઝના 13 દિવસ બાદ વિવાદમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મ એરફોર્સના ફાઈટર પાઈલટ્સ વિશે છે અને આસામમાં તૈનાત વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. એરફોર્સના એક અધિકારીએ ફિલ્મના એ દ્રશ્ય સામે વાંધો વ્યક્ત કર્યો છે જેમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એરફોર્સના યુનિફોર્મમાં એકબીજાને કિસ કરે છે. વિંગ કમાન્ડરે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ તેમજ હૃતિક અને દીપિકાને માનહાનિ માટે કાનૂની નોટિસ જારી કરી છે.
વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આરોપ લગાવ્યો છે કે એરફોર્સ યુનિફોર્મમાં કિસિંગ સીનએ યુનિફોર્મનું અપમાન છે. એક તરફ, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 12 દિવસમાં વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી છે, વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે પોતાની લીગલ નોટિસમાં કહ્યું છે કે એરફોર્સ યુનિફોર્મ માત્ર કપડાનો ટુકડો નથી. તે દેશની રક્ષા માટે બલિદાન, શિસ્ત અને અતૂટ સમર્પણની નિશાની છે.
માનહાનિની નોટિસમાં તેણે આગળ કહ્યું છે કે, 'આ યુનિફોર્મ એક પવિત્ર પ્રતીક છે, તેનો રોમેન્ટિક એન્ગલ બતાવવા માટે ઉપયોગ કરવો ખોટું છે. તે માત્ર કપડાં નથી. ફિલ્મમાં આ સાથે કિસિંગ સીન બતાવવાથી દેશની સેવામાં અસંખ્ય સૈનિકોની ગરિમા અને બલિદાનને ઠેસ પહોંચે છે. એરફોર્સ ઓફિસરે મેકર્સ પાસે ફિલ્મમાંથી આ સીન હટાવવાની માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech