સ્વીડનમાં કુરઆન સળગાવવાની ઘટના બાદ વિવાદ વધુ વણસ્યો, તુર્કીના સમર્થકોએ સ્વીડનનો રાષ્ટ્રધ્વજ સળગાવી કર્યું પ્રદર્શન

  • January 23, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વીડન અને તુર્કી વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો રાજદ્વારી સંઘર્ષની વચ્ચે ફસાયા છે. 21 જાન્યુઆરીના રોજ, સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં તુર્કીના દૂતાવાસની બહાર, ડેનિશ કાર્યકર્તા, રાસ્મસ પાલુદને ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનને આગ લગાવી દીધી હતી. ત્યારથી તુર્કી સરકાર અને ત્યાંના લોકોમાં રોષ ફેલાયો છે. તુર્કી ઉપરાંત ઘણા મુસ્લિમ દેશોએ આ ઘટના માટે સ્વીડનની નિંદા કરી છે.

કુરાન સળગાવવાની ઘટના બાદ તુર્કીએ સ્વીડનના રક્ષા મંત્રી પાલ જોન્સનની અંકારાની મુલાકાત રદ કરી હતી. તુર્કી સ્ટોકહોમમાં વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવા માટે સ્વીડિશ અધિકારીઓને દોષી ઠેરવે છે. દેખાવકારો આ માટે સ્વીડનના રાજ્ય સમર્થિત ઇસ્લામોફોબિયાની નિંદા કરી રહ્યા છે.

સ્વીડન નાટોમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેને લઈને તુર્કી અને સ્વીડન વચ્ચે નાટો સાથે જોડાયેલો મુદ્દો વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. નાટોમાં સભ્ય ત્યારે જ જોડાઈ શકે છે જ્યારે તમામ સભ્ય દેશો સંમત થાય. દરમિયાન તુર્કી સ્વીડન નાટોમાં સામેલ થવા સામે વિરોધ કરી રહ્યું છે.
​​​​​​​

સ્વીડનને નાટો સાથે જોડાવાનો વિવાદ સ્વીડનની રાજધાની સ્ટોકહોમથી શરૂ થયો હતો. જ્યાં વિરોધમાં સામેલ લોકોએ તુર્કી દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન, ડેનિશ રાજકીય પક્ષના નેતા, સ્ટ્રામ કુર્સ રાસમસ પાલુદને કુરાનની એક નકલ સળગાવી. ઘણા મુસ્લિમ દેશોએ કુરાન સળગાવવા બદલ સ્વીડનની નિંદા કરી છે. જેના જવાબમાં તુર્કીના સમર્થકોએ સ્વીડનનો રાષ્ટ્રધ્વજ સળગાવી દીધો હતો.

જણાવી દઈએ કે તુર્કી પહેલાથી જ નાટોનું સભ્ય છે. તુર્કી ચોક્કસ શરતો હેઠળ સ્વીડનની અરજીને અવરોધિત કરવા માટે તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application