દિલ્હીમાં આઈએએસ અધિકારીએ 'ધર્મગુરૂ'ને પોતાની ખુરશી પર બેસાડતા થયો વિવાદ

  • October 24, 2023 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક આઈએએસ અધિકારીએ પોતાના ધર્મગુરુને પોતાની ખુરશી પર બેસાડતા વિવાદ થયો છે. રાજધાની દિલ્હીમાં ભારતીય વહીવટી સેવા અધિકારી લક્ષ્ય સિંઘલ હાલમાં દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પોસ્ટેડ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ધર્મગુરૂને આવકારતા અને તેમની સત્તાવાર ખુરશી પર બેસવા દેતા તેમનો વીડિયો વાયરલ થયો હતો.


વીડિયોમાં આઈએએસ લક્ષ્ય સિંઘલ હાથ જોડીને ધાર્મિક ગુરુ સતીશ મહાજનનું સ્વાગત કરતા જોવા મળે છે. તે તેને શાલ આપે છે અને તેને જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તાવાર ખુરશી પર બેસાડતા પણ જોવા મળે છે. આઈએએસ લક્ષ્યે તેમના ગુરુનું સ્વાગત કર્યું અને તેમને ખુરશી પર બેસવા દીધા આ બાબતથી ઘણા લોકોએ વિરોધ કર્યો છે. દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડીએમ આ વિવાદમાં ફસાયા છે. અહેવાલો અનુસાર, હવે મહેસૂલ વિભાગે તેનો જવાબ મંગાવ્યો છે. હાલમાં તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઈએએસ ઓફિસર લક્ષ્યે કહ્યું કે તે અમારા પરિવારના ધાર્મિક ગુરુ છે. આ માત્ર તેમના સન્માન માટે કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમને સત્તાવાર કામ સાથે કોઈ લેવાદેવા નથી. દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓએ વાયરલ વીડિયોની નોંધ લીધી છે કે કેમ. આઈએએસ અધિકારી લક્ષ્ય સિંઘલ અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરના ૨૦૧૯ બેચના આઈએએસ અધિકારી છે. વીડિયોની સત્યતાની પણ પુષ્ટિ થઈ નથી અને વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તે પણ જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application