BREAKING NEWS

જામનગર: ઇંધણના ભાવમાં વધારો થતા ઇલેકટ્રીક વાહનોની ખરીદી તરફ ઢળતા ગ્રાહકો 

  • June 30, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઇંધણના ભાવમાં વધારો થતા ઇલેકટ્રીક વાહનોની ખરીદી તરફ ઢળતા ગ્રાહકો 

પેટ્રોલ-ડીઝલના વાહનોની ખરીદીમાં ૫-૧૦%નો ઘટાડો: ઇલેકટ્રીક વાહનોના ભાવમાં સરેરાશ રૂપિયા પ થી ૬ હજારનો વધારો 

​​​​​​​
ઇરાન-ઇઝરાયલ, અમેરીકાનું ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલ યુદ્ધના લીધે સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા પર અસર થઇ છે ખાસ કરીને યુદ્ધના પગલે દેશમાં ઇંધણના ભાવ ૧૦૦ને પાર કરી ચુકયા છે. સાથોસાથ થોડા સમય પહેલા જામનગર આવેલા તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતાને ઇંધણ બચાવની કરેલ અપીલના પગલે લોકો ઇંધણ બચાવની સાથોસાથ ઇંધણ વાહનોના બદલે ઇલેકટ્રીક વાહનોની ખરીદી તરફ ઢળ્યા છે. 

છેલ્લા પાંચેક મહિનાથી અમેરીકા, ઇરાન, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ કાગળ પર પુર્ણ થઇ ગયુ છે. છતાં છેલ્લા પાંચેક મહિનામાં આ યુદ્ધના કારણે ઇંધણ અને ગેસના ભાવમાં થયેલ વધારાના લીધે દરેક ચીજવસ્તુ પર મોંઘવરીનો પંજો ફરી વળ્યો છે. અને ઇંધણના ભાવે સેન્ચુરી મારી દીધી છે. તેથી ઇંધણથી ચાલતા વાહનોની ખરીદી પર લોકોએ હળવી બ્રેક મારી દીધી છે. ઇંધણથી ચાલતા વાહનો લોકોને વાપરવા મોંઘા પડી રહ્યા છે. 

યુદ્ધના લીધે ઇંધણના ભાવમાં થયેલ ભાવ વધરાના કારણે ૫ થી ૧૦ ટકાની ખરીદી ઓછી જોવા મળી રહી છે. સામે બાજુ મોંઘવારીના કારણે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાડા વધારે થવાથી પેટ્રોલ-ડીઝલના વ્હીકલના ભાવમાં પણ બે થી ત્રણ ટકાનો વધારો થયો છે. ટુવ્હીલરના ડીલર ગોકુલ એસોના ભરતભાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
​​​​​​​

ઇંઘણના ભાવ વધારાના પગલે ઇલેકટ્રીક વાહનોની માંગ વધવાથી તેમાં પણ ઇલેકટ્રીક ટુ વ્હીલર વાહનોમાં સરેરાશ પાંચ થી છ હજારનો ભાવ વધારો થવા પામ્યો છે.એપ્રિલ અને મે માસમાં બોર્ડની પરીક્ષાના પરીણામો આવતા હોવાથી દર વર્ષે માતા-પિતા બોર્ડની પરીક્ષામાં સારા માકર્સે પાસ થયેલ પુત્રને લાઇસન્સ વગરના વ્હીકલની ભેટ આપતા હોય છે. એટલે આ બે મહિના ઇલેકટ્રીક વાહનોની ખરીદીની મોસમ ગણાય છે. યુદ્ધના પગલે ગેસની પણ અછત થવાથી ઇલકેટ્રીક સગળીની એપ્રિલ અને મે મહિનામાં ખુબ જ ખરીદી જોવા મળી હતી. હાલમાં ઇલેકટ્રીક વાહનોમાં બેટરીની સપ્લાય ઓછી મળતી હોવાથી ૫૦ થી ૬૦ ગ્રાહકોના બુકીંગ બેટરીના કારણે પેન્ડીંગ છે. ઇંધણના ભાવ વધારાના પગલે ઇલેકટ્રીક વાહોનની ખરીદી વધી હોવાથી તેના કારણે આ વાહનોમાં પણ પાંચ થી છ હજારનો સરેરાશ વધારો થવા પામ્યો છે. કારણ કે બેટરીની સપ્લાય ઓછી તેમજ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં વધારો થવાથી તેની અસર ઇલેકટ્રીક વાહન પર પડી છે. તેમ ઇલેકટ્રીક ટુવ્હીલર વાહનોના ડીલર મોઇઝભાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

 

હાલમાં ઓફ સીઝન હોવાથી ઓલઓવર માર્કેટ ડાઉન છે ગણપતિ ઉત્સવથી તહેવારો શરૂ થયા બાદ વ્હીકલોની ખરીદી થતી હોય છે બુકીગ સમયનો ભાવ નહીં પરંતુ ડીલેવરી સમયે જે,તે કારનો ભાવ કંપનીએ નક્કી કરેલ હોય તે ચૂકવવાનો હોય છે.ટુ વ્હીલરમાં ઈલેક્ટ્રીક વાહનની ખરીદી વધી છે જ્યારે ફોર વ્હીલરમાં ઈલેક્ટ્રીક કારની જામનગરમાં ખરીદી ઓછી થાય છે કારણ કે જામનગર શહેર તેમજ સોરાષ્ટ્રમાં ચાર્જીગ સ્ટેશન  ઓછા હોવાના લીધે ગ્રાહકોને પરવડતી નથી, લાંબા અંતરે જવાવાળા ગ્રાહકને ઈલેક્ટ્રીક કાર અનુકૂળ ના આવે તેમ ધીર ટોયટોના જય રાવલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
​​​​​​​

ટુ વ્હીલરની ખરીદીમાં હાલમાં મંદીનો માહોલ છે યુદ્ધની સ્થિતિને પગલે પેટ્રોલ ડીઝલના વાહનોની ઓછી ખરીદી થઈ રહી છે સામે ઇલેક્ટ્રીક વાહનોની ડિમાન્ડ છે તો હાલમાં સ્ટોકમાં નથી પેટ્રોલ ડીઝલના વાહનોમાં સરેરાશ બે થી ત્રણ હજારનો વધારો થયો છે ઇંધણના ભાવની અસરના પગલે પેટ્રોલ ડીઝલના વાહનો તરફ ગ્રાહકોનો ઓછો ઝુકાવ જોવા મળી રહ્યો છે તેમ ઓમ ટીવીએસના સંજયભાઈએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News