વિમાની રકમ ગ્રાહકને ચુકવવાનો હુકમ કરતી ગ્રાહક સુરક્ષા કમિશન

  • March 29, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુડિયાદેવી એહ. યાદવ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા મુકામે રહે છે, અને ગુડીયાદેવી તથા તેમના પતિ હરિરામ સંતોષકુમાર યાદવ દ્વારા આધાર હાઉસીંગ ફાયનાન્સ લી. પાસેથી હોમલોન મેળવવામાં આવેલ અને તે અન્વયે પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપની લી. પાસે રક્ષણ મળી રહેતે માટે વીમો મેળવવામાં આવેલ અને વીમો આપતી વખતેવીમા કંપની દ્વારા ગુડીયાદેવી તથા તેમના પતિ હરિરામસંતોષકુમાર યાદવને જણાવવામાં આવેલ કે આપ બંનેમાંથી કોઇપણનું કોઇપણ પ્રકારે મૃત્યુ થશે તો લોન ભરવી નહિ પડે.


 જેથી ગુડીયાદેવી તથા તેમના પતિહરિરામ સંતોષકુમાર યાદવ દ્વારા વીમો લેવામાં આવેલ.જેવીમાનો સમયગાળો અસ્તિત્વમાં હોયતેદરમ્યાન ગુડીયાદેવીનાં પતિ હરીરામ સંતોષકુમાર યાદવને છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુથયેલજેથી ગુડીયાદેવી દ્વારા પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપની લી. પાસે રૂ. ૭,૫૭,૦૬૨ નો કલેઇમ રજુ કરવામાં આવેલ અને કલેઇમની રકમની માંગણી કરવામાં આવેલ અને જે રકમ લોન ખાતે ભરપાઇ કરી બાકી રકમ ચુકવીઅ ાપવા જણાવેલ.


પરંતુ પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપની લી. દ્વારાગુડીયાદેવીનો કલેઇમ રદ કરવામાં આવેલ અને જણાવેલ કે હરિરામ સંતોષકુમાર યાદવને હાય પર ટેન્શનની અગાઉ બીમારી હતી જેથી રકમ ચુકવવાનો ઇન્કાર કરવામાં આવેલ. જેથી નારાજ થઇ ગુડીયાદેવી દ્વારા તેમના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગરમાં પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપની લી. તથા આધાર હાઉસીંગ ફાયનાન્સ લી. વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપની લી.ના વકીલ દ્વારા ગુડીયાદેવીના પતિને અગાઉ હાયપર ટેન્શનની બીમારી હોયપોલીસી મુજબ સમાવેશ થતો ના હોય તેવું જણાવી ફરિયાદ રદ કરવાનું જણાવેલ જેથી ફરીયાદી ગુડીયાદેવીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલઅને નામ નેશનલ કમીશન, સ્ટેટ કમીશનના ચુકાદા રજુ કરવામાં આવેલ અને કાયદાની જોરદાર છણાવટ કરી અને પુરાવા દ્વારા પુરવાર કરી આપેલ કેફરીયાદીના પતિને અગાઉ કોઇ બીમારીન હતી.



જે ચુકાદા તેમજ પુરાવાઓ તથા દલીલો ઘ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ ડી.એ. જાડેજા તથાસભ્ય એચ.એસ.દવે સભ્ય જે.એચ. મકવાણા દ્વારા ફરીયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અનેફરિયાદીના કલેઇમની રકમ રૂ. ૭,૫૭,૦૬૨ ૮ ટકા વ્યાજ સહિત તથા માનસિક દુ:ખ ત્રાસના તથા ફરિયાદ ખર્ચની રકમ મળી રૂ. પાંચ હજાર વળતર પેટે સામાવાળા પ્રામેરિકા ઇન્સ્યોરન્સ કંપનીલી.એ ફરિયાદી ગુડીયાદેવીની વીમાની રકમ રૂ. ૭,૫૭,૦૬૨ માંથી લોનની રકમ પ્રામેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ બેંકને ચુકવવાનો તથા બાકી વિમાની રકમ ગુડીયાદેવીને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી ગુડીયાદેવી હરિરામ યાદવ તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application