કેકેવી બ્રિજના કોન્ટ્રાકટરને વિલંબિત કામ બદલ પેનલ્ટી ફટકારવા વિચારણા; ટૂંક સમયમાં નિર્ણય

  • May 23, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૩૦–૪–૨૦૨૩ પછીથી દિવસ દીઠ પેનલ્ટી વસુલાશે: બિલ પેમેન્ટમાંથી રકમ કપાત કરાશે




રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના ગૌરવપથ કાલાવડ રોડના કેકેવી ચોકમાં .૧૨૯ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર એજન્સી રણજીત બિલ્ડકોન મારફતે મલ્ટી લેવલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કામ પૂર્ણ થવાની મુદ્દત તા.૩૦–૪–૨૦૨૩ના રોજ પૂર્ણ થઈ હોય હવે એજન્સીને પેનલ્ટી કરવા વિચારણા શ કરાઇ છે હવે ટૂંક સમયમાં આ અંગેનો નિર્ણય જાહેર કરાશે.




બ્રિજનું કામ પૂર્ણ કયારે થશે તેની અલગ અલગ તારીખો અવારનવાર જાહેર કરાતી હોય શહેરીજનોનો ભરોસો તત્રં ઉપરથી ઉઠી ગયો છે. દરમિયાન તાજેતરમાં એજન્સી સાથેની વાતચીત દરમિયાન ૧૫ જૂન સુધીમાં કામ પૂર્ણ થાય તે જોવા ઇજનેરોએ વધુ એક તાકીદ કરી છે. સૂત્રોએ ઉમેયુ હતું કે એજન્સીના બિલ પેમેન્ટમાંથી પેનલ્ટીની રકમ કપાત કરાશે. તા.૩૦–૪ પછીથી દિવસ દીઠ પેનલ્ટી વસુલાશે. ટૂંક સમયમાં મ્યુનિ.અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળશે જેમાં આ મામલે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application