દાન તરીકે રૂ. ૧૩૮, ૧,૩૮૦, ૧૩,૮૦૦ કે તેથી વધુ દાન કરવાની અપીલ, આ અભિયાન ‘તિલક સ્વરાજ કોશ’ દ્વારા પ્રેરિત પહેલ : કેસી વેણુગોપાલ
કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા ઓનલાઈન ફંડ એકત્ર કરવા માટે 'ડોનેટ ફોર દેશ' નામનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ૧૮ ડિસેમ્બરે આ અભિયાનની શરૂઆત કરશે.
૨૮ ડિસેમ્બરે તેના ૧૩૮મા સ્થાપના દિવસ પહેલા, દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી લોકોને આ અભિયાન દ્વારા દાન તરીકે રૂ. ૧૩૮, રૂ. ૧,૩૮૦, રૂ. ૧૩,૮૦૦ અથવા ૧૦ ગણી રકમ દાનમાં આપવા અપીલ કરશે.
વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ તેના ઓનલાઈન ભંડોળ એકત્રીકરણ અભિયાન 'ડોનેટ ફોર દેશ'ની શરૂઆતની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક 'તિલક સ્વરાજ ફંડ'થી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય સંસાધનો અને તકોના સમાન વિતરણ સાથે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા પક્ષને સશક્ત કરવાનો છે.
વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સોશિયલ મીડિયા દ્વારા આ અભિયાન અંગે જાગૃતિ વધારવામાં આવશે. તેમણે કહ્યું, 'આ અભિયાન મુખ્યત્વે પાર્ટીના સ્થાપના દિવસ, ૨૮ ડિસેમ્બર સુધી ઓનલાઈન રહેશે, ત્યારબાદ અમે ગ્રાઉન્ડ કેમ્પેન શરૂ કરીશું. આ અંતર્ગત પાર્ટી સાથે જોડાયેલા સ્વયંસેવકો ઘરે ઘરે જઈને દરેક બૂથમાં ઓછામાં ઓછા ૧૦ ઘરોને લક્ષ્ય બનાવશે અને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા ૧૩૮ રૂપિયાનું યોગદાન સુનિશ્ચિત કરશે.
વેણુગોપાલે વધુમાં કહ્યું હતું કે, 'અભિયાનની અસરકારકતા માટે, તમામ પ્રદેશ પ્રમુખોએ પાર્ટીના શુભેચ્છકો અને પદાધિકારીઓમાંથી સંભવિત દાતાઓની ઓળખ કરવી જોઈએ, જેનું લક્ષ્ય ૧૩૮૦ રૂપિયા અથવા ૧૩,૮૦૦ રૂપિયાનું યોગદાન આપવાનું છે. આ વ્યૂહાત્મક અભિગમ બહેતર ભારત માટેના અમારા વિઝનની સફળતાને સુનિશ્ચિત કરશે.
વેણુગોપાલે એમ પણ કહ્યું કે પાર્ટી 28 ડિસેમ્બરે તેના સ્થાપના દિવસ પર નાગપુરમાં એક વિશાળ રેલી યોજવા જઈ રહી છે. તેમણે કહ્યું, “આવતીકાલે નાગપુરમાં અમારી એક વિગતવાર બેઠક છે અને ઓછામાં ઓછા 10 લાખ કાર્યકરો આ મેગા ઈવેન્ટમાં ભાગ લેશે. આ રેલીમાં ભારતભરમાંથી આગેવાનો ભાગ લેશે.
દરમિયાન, કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે જેઓ દાન આપવા માંગે છે તેઓ ભારતીય નાગરિક અને 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ. માકને જણાવ્યું હતું કે દાતાઓને ડોનેશન સર્ટિફિકેટ પણ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech