વાડીનાર સ્થિત કંપની દ્વારા વન્ય જીવ સૃષ્ટીને થતાં નુકશાન અંગે આવેદનપત્ર

  • February 21, 2023 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીનારમાં નરારા મરીન નેશનલ પાર્ક પર ગેરકાયદેસર વન નાબુદી અને બાંધકામના કારણે જોખમમાં છે, નરારા વાઇલ્ડ લાઇફ સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ દ્વારા સુરક્ષીત કરવામાં આવેલ છે, કારણ કે ત્યાં કોરલરીફ અને અન્ય દરીયાઇ જીવસૃષ્ટીઓ આવેલ છે, જે આખા ભારતમાં અહીં જ જોવા મળે છે.

​​​​​​​પરંતુ ગેરકાયદેસર બાંધકામ અને મેગ્નો વનસ્પતી કટીંગના કારણે તે ભારે સંકટમાં છે, આ અંગે આઇઓસી કંપનીએ લાઇટન કંપનીને ટાપુ નજીકના કેટલાક એમબીએમએલ પર કામ કરવા કોન્ટ્રાકટ આપ્યો છે, તેઓ દ્વારા આ વનસ્પતીને કાપી નાખવામાં આવી છે, આ અંગે વાડીનારના સોશ્યલ વર્કર ડો. અબ્બાસ સંઘારે મુખ્યમંત્રીને સંબોધીને જીલ્લા કલેકટર મારફત આવેદન આપી રજુઆત કરી છે. 


પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, નરારા વાઇલ્ડ લાઇફ કોરલ રીફને ખોદકામ કરી નુકશાન કરેલ છે, માછીમાર પર નિર્ભર એવા પઘડીયા માછીમારો તથા પ્રવાસન પર નિર્ભર ગાઇડ તથા આસપાસના નાના દુકાનદારો આ ટાપુ પર મુલાકાતે આવતા પ્રવાસીઓ પર નિર્ભર છે તેમજ કંપની દ્વારા સ્થાનીક લોકોને નોકરી પણ આપવામાં આવતી નથી અને કંપનીના મળતીયાઓને રાખવામાં આવે છે, આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં અનુરોધ કર્યો છે, આ અંગે કાર્યવાહી નહી કરવામાં આવે તો ગાંધી ચિંઘ્યો માર્ગ અપનાવવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application