જામનગરની યુવતીને પતિ સહિતના સાસરીયાઓએ ત્રાસ આપ્યાની ફરીયાદ
જામનગરના ખોજા ચકલો વિસ્તારમાં રહેતી શબીનાબેન મહમદહુશેન યુનુસભાઇ થામણીયા (ઉ.વ.૨૯) નામની પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોરબંદરના ખારવા વાડ હોલી ચકલો ખાતે રહેતા મહમદહુશેન યુનુસ થામણીયા, યુનુસ અબ્દુલસતાર થામણીયા, હસીનાબેન યુનુસ થામણીયા, અકરમરજા યુનુસ થામણીયા અને નમીરાબેન યુનુસની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીને પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર લગ્નજીવન દરમ્યાન નાની નાની બાબતોમાં ઝઘડો કરી, દુ:ખ ત્રાસ અપી જેમતેમ બોલી મારકુટ કરીને એકબીજાને મદદગારી કરી હતી. વધુમાં જાણવા મળેલી વિગત મુજબ પોરબંદરમાં સંયુકત પરિવારમાં રહેતા હતા અને લગ્નના થોડા સમય બાદ પતિ યોગ્ય રીતે વાત કરતા ન હોય દરજજો આપતા ન હતા અને મારકુટ કરતા હતા એ પછી પરણીતા જામનગર ખાતે આવી ગયા હતા અને તેના પરિવારને વિગત જણાવી હતી અગાઉ આ મામલે પોલીસ મથકે અરજી કરતા કાઉન્સીલીંગની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જો કે સમાધાન ન થતા વિધિવત ફરીયાદ નોંધાવવામાં આવી છે.