દ્વારકાની સગીરાના અપહરણમાં બગસરાના શખ્સ સામે ફરિયાદ

  • February 01, 2023 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં રહેતા એક પરિવારની આશરે સાડા સતર વર્ષની સગીર વયની પુત્રીને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે રહેતો હાર્દિક ઉર્ફે બબલુ ઉર્ફે ભોલો કલ્યાણદાસ સોલંકી નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
​​​​​​​
આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકના હાર્દિક ઉર્ફે બબલુ કલ્યાણદાસ સોલંકી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application