દેવપરાની યુવતી પર દુષ્કર્મ સબબ ભાટવાડિયાના શખ્સ સામે ફરિયાદ

  • January 30, 2023 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતી ૨૧ વર્ષની એક અપરિણીત યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે રહેતો દેવાણંદ દાનસી સુમાત નામનો શખ્સ તેણીને જુનાગઢ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને બળજબરીપૂર્વક યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું.


ત્યારબાદ પણ સુરત વિસ્તારમાં લઈ જઈને એક આસામીના તબેલાની ઓરડીમાં પણ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવતા આ અંગે યુવતી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ ૩૭૬ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.





સલાયામાં પીધેલો ઝબ્બે
ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા સોડસલા ગામેથી પોલીસે જીવન પુસપેન ઇજવ નામના ૫૨ વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. ૧૦ બી.ડી. ૩૮૬૭ નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application