મહિલાઓને પગભર કરવા હેતુથી ફેશન ડિઝાઇનિંગ, મહેંદી અને વેસ્ટમાંથી બેસ્ટની કોમ્પિટિશન યોજાઈ

  • June 28, 2023 02:00 PM 

હર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને પગભર કરવાના હેતુથી એડવોકેટ જેનબબેન ખફી અને મસ્ત સીવણ ક્લાસ દ્વારા ફેશન ડિઝાઇનિંગ, મહેંદી અને વેસ્ટ માંથી બેસ્ટ ની કોમ્પિટિશનનું આરબ જમાત ખાના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 300 થી વધારે બહેનોએ ભાગ લીધેલ હતો અને 500 બહેનોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્રણેય અલગ અલગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આપવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર દરેક બહેનોને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. 


રેહાના બેન શેખ અને મસ્ત સીવણ ક્લાસ જે રીતે સફળ થયા છે અને સમાજમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે તેવું જ સ્થાન સમાજની બીજી પણ દીકરીઓ મેળવે તેવો આ કાર્યક્રમનો પ્રયાસ હતો.


આ કાર્યક્રમમાં ખાસ રોજી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર ઝુબેદાબેન ખીરા, પુરોહિત સાયન્સ સ્કૂલના પ્રિન્સિપલ તસ્લીમબેન બ્લોચ, જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, વોર્ડ નં.૧૨ના નગરસેવિકા ફેમિદાબેન જુણેજા, વોર્ડ નં.૪ ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા, હાજિયાણી હાજરાબેન, હમીદાબેન શેખ મહેમાન તરીકે સ્થાન શોભાવેલ હતું.

 
આ કાર્યક્રમને સફળ બનાવવા ઝહેરા ફાઉન્ડેશનની મહિલા ટીમના આસ્માંબેન માયા, આમનાબેન કાસમાણી, રેશ્માબેન કાસ, નફીસાબેન સિપાઈ,સાહિનબેન આંબલીયા, શીતલબેન વેરસિયા, મેઝબિનબેન જેસાણી, રુક્સારબેન કાસ, નફીસાબેન રફાઈ , તસ્લીમ બેન સોરઠીયા, શબનમબેન શેખ એ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application