BREAKING NEWS

દ્વારકા જિલ્લાવાસીઓને આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ કરતા કલેકટર

  • June 12, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લાવાસીઓને આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ કરતા કલેકટર 

નાગરિકો જિલ્લાના તમામ સરકારી દવાખાના તેમજ પોર્ટલ પરથી કાર્ડ બનાવી શકશે

પી.એમ.જે.વાય યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકાર તરફથી પરિવાર દીઠ રૂ.૧૦ લાખ સુધીની સારવાર જોડાયેલ હોસ્પિટલમાં મળવાપાત્ર છે. આ આયુષ્માન કાર્ડ ની કામગીરી દ્વારકા જિલ્લાના તમામ સરકારી દવાખાના તેમજ ઇ-ગ્રામ સેન્ટર ખાતે કરવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ લાભાર્થીને કાર્ડ બનાવવું હોય તો તે લાભાર્થી પોતે પણ આયુષ્માન એપ્લીકેશન અથવા તો પોર્ટલ પરથી બનાવી શકે છે.
​​​​​​​
જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા દ્વારકા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને  આયુષ્માન કાર્ડ કઢાવવા બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમા બાકી રહેલ તમામ નાગરીકોએ ઇમરજન્સીની રાહ ન જોઇ સત્વરે કાર્ડ બનાવી લેવા જેથી જરૂરિયાતના સમયે ઉપયોગી થઇ શકે એ હેતુથી આયુષ્માન કાર્ડ કઢાવવા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application