શોખ...બડી ચીજ હૈ...રાજકોટના કોઈનમેન પાસે છે ૨૨૦ દેશના ૧.૫૦ લાખ સિકકા અને ૧૪૦ દેશની ચલણી નોટ

  • April 25, 2023 07:17 PM 



રાજકોટમાં રહેતા અને ફોટો ફ્રેમિંગનું કામ કરતા નરેન્દ્રભાઈને ૧૨ વર્ષની ઉંમરથી લાગ્યો હતો આ કલેકશનનો શોખ: જીવનની તમામ પુંજી પ્રોપર્ટીના બદલે કોઈન કલેકશનમાં લગાવી




શોખ....કોઈ પણ ચીજવસ્તુ નો હોય શકે...જેમાં ખાસ કઈં સંગ્રહ કરનાર વ્યકિતના શોખ નોખા અનોખા હોય છે. રાજકોટના નરેન્દ્ર ભાઈ ને પિતાનો એટલો અદભુત શોખ છે કે તેઓ હવે કોઈનમેન તરીકે ઓળખાય છે. આ શોખની પાછળ તેઓ એટલા ઘેલા બન્યા હતા કે, આખું જીવન તેમને કમાણી કરીને આ કમાણી થકી ૨૨૦ દેશનાં ૧.૫૦ લાખ સિક્કા, ૧૪૦ દેશની ચલણી નોટ નું કલેકશન કયુ છે.





રાજકોટનાં લમીવાડી ખાતે રહેતા નરેન્દ્રભાઈને વિવિધ દેશોનાં સિક્કાઓ અને ચલણી નોટો એકઠી કરવાનો અનોખો શોખ છે. પોતાનો આ શોખ પૂરો કરવા માટે નરેન્દ્રભાઈએ પોતાની જીવનભરની તમામ કમાણી ખર્ચી નાખી છે. ફોટો ફ્રેમિંગ, ગિટ આર્ટિકલનું કામ કરતા નરેન્દ્રભાઈને ૧૨ વર્ષની ઉંમરે આ શોખ લાગ્યો હતો. હાલમાં પણ તેઓ પોતાની પાસે ન હોય તેવા સિક્કાઓ કોઈપણ કિંમતે ખરીદવા તૈયાર રહે છે. ગ્રીનીઝ બુકમાં નામ નોંધાવવાનું પોતાનું સ્વપન હોવાનું તેમણે જણાવ્યું હતું.





મૂળ ઉનાનાં રહેવાસી નરેન્દ્રભાઈ સોરઠીયા છેલ્લા છએક મહિનાથી રાજકોટ સ્થાયી થયા છે. તેના પરિવારમાં ૪ ભાઈઓ બે બહેનો અને માતા–પિતા છે. નરેન્દ્રભાઈ કહે છે કે, ૧૨ વર્ષનો હતો અને શાળામાં અભ્યાસ કરતો ત્યારે જેનો પ્રથમ નંબર આવે તેનું સન્માન થતું. ત્યારે મા સન્માન થાય અલગ થાય અને બધા લોકો તેની નોંધ લે તે માટે આ વિચાર આવ્યો હતો.





વિશ્વના ૧૪૦ દેશોની વિવિધ ચલણી નોટો અને ભારતની ૧ પિયાથી ૨૦૦૦ની નોટો તો તેમની પાસે છે જ અને એ પણ આજ સુધી જેટલા ગવર્નર આવ્યા તે દરેક ગવર્નરનાં સાઈનવાળી હાલ તેમની પાસે છે. આ કલેકશનની કિંમત લાખો પિયા છે. પણ ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેઓ આ કામ કરી રહ્યા છે.





નવી પેઢીને આ વિશે સમજણ આપવા માટે પોતે શાળાઓમાં એકઝીબિશન પણ કરે છે. રાજકોટ શહેરમાં રાજકુમાર કોલેજ, નોર્થ સ્ટાર સ્કૂલ, કડવીબાઇ વિરાણી, કોટક સ્કૂલ અને રાષ્ટ્ર્રીયશાળા તેમજ સેન્ટમેરી ઉપરાંત નિર્મલા સહિતની અનેક નામાંકિત શાળાઓમાં તેઓ પ્રદર્શન યોજી ચુકયા છે.



દાદા અને દાદી પાસેથી જૂના સિક્કાઓ મેળવીને કલેકશનની શરૂઆત કરી હતી
આ કલેકશનની શઆત તેમણે દાદા–દાદી પાસેથી થોડા જુના સિક્કાઓ મેળવી કરી હતી. બાદમાં ઉના નજીક ઘોઘલા ખાતે પર્યટકો પાસેથી પણ જુના સિક્કાઓ એકત્ર કર્યા હતાં. ત્યારથી લઈ અત્યાર સુધીમાં લગભગ ૩૨ વર્ષથી તેઓ સિક્કાઓ અને ચલણી નોટોનો સંગ્રહ કરે છે. અને ફોટો ફ્રેમિંગ તેમજ ગિટ આર્ટિકલનું કામ કરતા તેની પાસે જે બચત થતી તે તમામ પોતાના આ શોખ માટે ખર્ચતા લાખો પિયાનું રોકાણ કયુ છે. એટલે કે, જીવન ભરની કમાણી તેમણે આ શોખ ખાતર ખર્ચી નાખી હોય તેઓ કોઈ પ્રોપર્ટી ખરીદી શકયા નથી.



લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાના કુશાણ યુગ અને ગુપ્ત યુગનું ચલણ તેમના સંગ્રહમાં છે
જોકે ફોટોફ્રેમીંગનું કામ હોવાથી મને જે નોટ અને સીકકા સારા લાગે તેને હત્પં ફ્રેમમાં મઢીને સાચવતો ગયો. ધીરે ધીરે આ સંગ્રહ વિસ્તરતો ગયો. હાલ આવી ૨૫૦ થી વધુ ફ્રેમ મારી પાસે છે. કલેકશન અંગે જણાવતા તેમણે કહ્યું કે, આજે મારી પાસે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાના કુશાણ યુગ અને ગુપ્ત યુગનું ચલણ તેમજ અત્યારના સમયનું ચલણ સંગ્રહીત છે. સીકકાની વાત કરીએ તો દોકડા, આતીયો, પાઇલો, ઢીંગલો, બાજરકો, ઢબુ જેવા ચલણ સામેલ છે. ભારતના બીન ચલણી સીકકાને મેં કોઇન્સપે પણ સાચવી રાખ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application