આમ તો ઇન્ડિયા ગઠબંધન સીટ શેરીંગ માટે અને પીએમ પદના ચહેરા માટે ખૂબ જ ચર્ચામાં છે. જો કે હજુ સુધી સીટ શેરીંગ બાબતે કોઇ મહત્વપૂર્ણ વાતચીત કે સુખદ ઉકેલ આવ્યો નથી. ત્યારે સમાચાર છે કે શનિવારે ઇન્ડિયા ગઠબંધનની વર્ચ્યુઅલ મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર ગઠબંધનના સંયોજક બને તેવી જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બેઠકનું સંચાલન કરશે.
ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં નીતિશ કુમાર સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષોના વડાઓ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટક પક્ષોને આ અંગે જાણ કરવામાં આવી છે. તેમને એજન્ડા પણ જણાવવામાં આવ્યો છે. જેમાં કન્વીનરની જાહેરાત પ્રથમ એજન્ડા હોઈ શકે છે.
એવી પણ માહિતી છે કે, આ બેઠકમાં ભાજપ સામેના ઉમેદવારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નીતિશ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે ઘટક પક્ષો ચૂંટણી લડવાના છે તે અંગેની બેઠકો માટે વહેચણી ઝડપભેર થવી જોઇએ. સૂત્રોએ જણાવ્યું છે કે, નીતિશકુમારને સંયોજક બનાવવા પર તમામ પક્ષોની સહમતિ મળ્યા બાદ જ બેઠકની તારીખ નક્કી કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, જ્યારે તેજસ્વી યાદવે નીતિશ કુમારને ભારત ગઠબંધનના સંયોજક બનાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, ત્યારે બિહાર સરકારમાં જેડીયુના મંત્રી મદન સાહનીએ કહ્યું હતું કે, નીતિશ કુમારના અનુભવ અને કામને ધ્યાનમાં રાખીને તેમને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ. એટલું જ નહીં ભારતીય ગઠબંધનમાં સીટોની વહેંચણી પર નીતિશ કુમારના મંત્રી મદન સાહનીએ કહ્યું કે, આ ગઠબંધનની ટોચની નેતાગીરી બધું જ જોઈ રહી છે. અમારા નેતા નીતિશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ કર્યા છે. દેશભરની જનતાનો આમારા નેતા પ્રત્યે લગાવ વધી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech