પાકિસ્તાનને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો મુકાબલો આગામી સમયમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે થવાનો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયામાં બે મેચની ટેસ્ટ શ્રેણી, ત્રણ મેચની વનડે શ્રેણી અને એટલી જ ટી-20 શ્રેણી રમશે. યજમાન ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે સિનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ટ્રેવિસ હેડને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ 2 ફેબ્રુઆરીએ મેલબોર્નમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 4 ફેબ્રુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 6 ફેબ્રુઆરીએ કેનબરામાં રમાશે. ત્યાર બાદ ત્રણ મેચોની ટી20 શ્રેણી રમાશે. જો કે ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર કેપ્ટન પેટ કમિન્સ, સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં જોવા નહી મળે. આ સિવાય ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીની પણ આ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી. જ્યારે ફાસ્ટ બોલર લાન્સ મોરિસને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને લાંબા સમય બાદ જે રિચર્ડસનને પણ તક આપવામાં આવી છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં થોડા ફેરબદલ કરવામાં આવ્યા છે. આ સાથે કેપ્ટન અને ઉપકેપ્ટનના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech