ક્લિક કરી જાણો રામમંદિર માટે મુખ્ય પુજારીની વેદના અને ખુશી

  • December 29, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ક્ષણ કોઇ ઉત્સવથી ઓછી આંકી શકાય તેમ નથી. આ માટે સમયે સમયે સીએમ યોગી ચાલી રહેલી તડામાર તૈયારીઓ માટે અધિકારીઓને ખાસ નિર્દેશો આપતા રહ્યા છે. અયોધ્યાને ખાસ શણગારથી સજાવવામાં આવશે. ત્યારે મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમયે તેમણે રામ જન્મભૂમિના આંદોલનની વાતો વાગોળી હતી. રામજન્મ ભૂમિ મંદિર માટે તેમણે પીએમ મોદી અને સીએમ યોગીને ખાસ શ્રેય આપ્યો હતો અને કેટલાક વેધક સવાલો પણ કર્યા હતા.
​​​​​​​

રામમંદિરના શ્રેય અંગેના સવાલમાં પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, કોર્ટ 1949 પહેલાથી કામગીરી કરી રહી છે. વર્ષો વીતી ગયા છતાં પણ આ મુદ્દે કોઇ નિર્ણય શા માટે ન આવ્યો, કોંગ્રેસ સહિત કેટલીયે સરકારો આવી છતાં પણ નિર્ણય ન આવ્યો સહિતના અનેક વેધક સવાલો ઉઠાવ્યા હતા. જોતજોતામાં 28 વર્ષ વીતી ગયા. એટલે કે અઢી દાયકાથી પણ વધુ સમય છતાં પણ રામમંદિર અંગે કોઇ સુખદ સમાધાન થયું નહી. જોકે અયોધ્યાના વિકાસની વાત કરી પુજારી સત્યેન્દ્ર દાસે પીએમ મોદી અને સીએમ યોગીને ખાસ શ્રેય આપ્યો હતો. આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો 22 જાન્યુઆરીના યોજાશે પરંતુ તે પૂજા માત્ર એક દિવસ પૂરતી નથી. આશરે સપ્તાહ સુધી આ ધાર્મિક વિધિ થશે તેમ જણાવ્યું હતું.


આ સમયે મુખ્ય પુજારીએ વર્ષો પહેલાના સમયને યાદ કરી તેમની વેદના વ્યક્ત કરી હતી. એક સમય હતો કે વરસાદના છાંટા ભગવાન રામજી સુધી આવતા, ભોગ કે પ્રસાદ માટે પણ વાર્ષિક મર્યાદિત આવક મળી રહેતી. ભગવાનને વાધા દરરોજ નવા ધારણ કરાવવામાં પણ ન આવતા હોવા સાથેની વાતો યાદ કરી હતી. વરસાદી સમય, ભગવાનના વાઘા, ભગવાનનો ભોગ કે પ્રસાદ તેમજ અન્ય ખર્ચ સહિતની વિવિધ વાતોને તેમણે યાદ કરી હતી. પરંતુ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા તેમ અંતે વિચાર્યા કરતા પણ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ અને તેમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું ખાસ જે પ્રકારે આયોજન થઇ રહ્યું છે તેને લઇ આનંદની લાગણી અભિવ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application