ક્લિક કરી જાણો રોહિત શેટ્ટીની સિરીઝ 'ઇન્ડિયન પુલિસ ફોર્સ'ના ટ્રેલર વિશે

  • January 05, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણા સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રથમ સિરીઝ 'ઇન્ડિયન પુલિસ ફોર્સ'ના ટ્રેલરની રાહ જોવાઇ રહી હતી. અંતે તે ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રોહિત શેટ્ટીની આ ડેબ્યૂ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જો કે સિદ્ધાર્થ મલ્હોત્રા,શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સ્ટારર વેબ સિરીઝ ઓટીટી પર રિલીઝ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ ચાહકોને રાહ જોતા રાખવા માટે, નિર્માતાઓએ 'ઇન્ડિયન પુલિસ ફોર્સ'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મોની જેમ જ ભરપૂર એક્શન મૂક્યું છે.


તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીએ કોપ્સ યુનિવર્સ પર સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી જેવી ફિલ્મો બનાવી છે. પરંતુ આ પહેલીવાર છે જયારે તે ઓટીટી પ્લેટફોર્મ પર તેમની સિરીઝના માધ્યમથી દર્શકો સમક્ષ ગુનેગારોને પકડવા માટે પોલીસ અધિકારીઓ દિવસ-રાતની જે પ્રકારે મહેનત કરતા હોય તે બાબત રજૂ કરશે.


'ઇન્ડિયન પુલિસ ફોર્સ'નું રિલીઝ થયેલું ત્રણ મિનિટનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના 'ખેલને નહીં, ખેલ ખત્મ કરને' અને 'ખૂન કિસી ભી બહે આંસુ મા કે નિકલતે હૈં' અને 'દિલ્લી કા લોન્ડા' જેવા દમદાર ડાયલોગ્સ ચોક્કસપણે દર્શકોના દિલ જીતે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની જુગલબંધી જોયા પછી તે ખૂબ જ પસંદ પડશે. 'ઇન્ડિયન પુલિસ ફોર્સ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોયનું જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે.


રોહિત શેટ્ટીએ અત્યાર સુધી મહારાષ્ટ્ર પોલીસને તેની ફિલ્મો દ્વારા પડદા પર હીરો તરીકે રજૂ કરી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે દિલ્હી પોલીસની વાર્તા પણ દર્શાવતા જોવા મળે છે. જો કે, તેની પ્રથમ શ્રેણીમાં, રોહિત શેટ્ટીએ સંપૂર્ણ કાળજી લીધી છે કે વેબ સિરીઝમાં દર્શકો તેની ફિલ્મોની ફ્લેવર એટલે કે એક્શન અને ડ્રાઇવિંગને ચૂકી ન જાય


રોહિત શેટ્ટી અને સુશવંત પ્રકાશ દ્વારા નિર્દેશિત આ સિરીઝના એક નાનકડા ટ્રેલરે ચાહકોની બેચેની વધારી દીધી છે. આ વેબ સિરીઝમાં શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય ઉપરાંત શરદ કેલકર પણ જોવા મળશે. 'ઇન્ડિયન પુલિસ ફોર્સ' 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application