ક્લિક કરી જાણો રાજકુમાર હિરાણીના અપકમીંગ ઓટીટી પ્રોજેકટ વિશે

  • January 05, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડમાં રાજકુમાર હિરાણીનું નામ સફળ અને પ્રખ્યાત નિર્દેશકોમાં સમાવિષ્ટ થાય છે. અત્યાર સુધી તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે હિટ ફિલ્મો કરી છે. તાજેતરમાં જ આ દિગ્દર્શકે શાહરૂખ ખાન સાથે 'ડંકી'માં કામ કર્યું હતું અને હાલમાં ડંકી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે. હવે રાજકુમાર હિરાણીએ તેમના ઓટીટી ડેબ્યુ પ્રોજેકેટ વિશે જાણકારી આપી છે.


થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે રાજકુમાર હિરાણી '12મી ફેલ' એક્ટર વિક્રાંત મેસી સાથે ઓટીટી પર ડેબ્યુ કરવા જઇ રહ્યા છે. હાલ મળતી માહિતી અનુસાર ડંકીના ડિરેકટરે ખૂદ આ સમાચારની પુષ્ટિ કરી છે. આ માટે નિર્દેશક રાજકુમાર હિરાણીએ કહ્યું કે,  હું એક ઓટીટી શો કરી રહ્યો છું, જેનું શૂટિંગ અમે આ મહિને શરૂ કરવાના છીએ. હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું, પરંતુ હું તેનું નિર્દેશન નથી કરી રહ્યો. તે હોટસ્ટાર માટેનો શો છે અને અભિનેતા વિક્રાંત મેસી તેમાં ભૂમિકા ભજવશે.


ઓટીટીના ડેબ્યુ અને પ્રોજેકટ અંગે વધુ માહિતી આપતા નિર્દેશક રાજકુમાર હિરાણીએ ઓટીટીના અપકમીંગ શોની સ્કિપ્ટ અને જે રીતે તેને આગળ લઇ જવાની વાત છે તે માટે તેઓ ખુશ હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ તો રાજકુમાર હિરાણી ડંકી બાદ ઓટીટી પ્લેટફોર્મ માટેના પ્રોજેક્ટ અંગેની કામગીરી માટે ખૂબ જ ઉત્સુક છે. રાજકુમાર હિરાણીના આ ઓટીટી પ્રોજેક્ટમાં વિક્રાંત મેસી પણ કામ કરી રહ્યાની વાત જાહેર થઇ છે. તાજેતરમાં જ વિક્રાંત વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12મી ફેલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા પણ મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application