રાજકોટમાં ટ્રાફિક પોલીસ સાથે બબાલ : લાકડીથી માર મારતાં ટ્રાફિક પોલીસ સિવિલ હોસ્પિટલમાં દાખલ

  • May 05, 2023 04:11 PM 



શહેરમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલીથી લઇ ઉગ્ર બોલાચાલીના બનાવો તો હવે સામાન્ય બન્યા છે.પરંતુ ગઇકાલે પોલીસ સાથે મારામારીનો બનાવ બન્યો હતો.વિરાણી રેલવે ફાટક પાસે ટ્રાફિક પોલીસ સાથે વાહનચાલકે મારામારી કરી હતી.જેમાં ટ્રાફિક સિંલ તોડી જઇ રહેલા વાહનચાલકને અટકાવતા વાહનમાં સવાર બંન્ને શખસોએ પોલીસમેનને ધોકા વડે તથા પથ્થર વડે મારમારી ફાડકા મારી કાનનો પડદો ફાડી નાખી તેમજ મોબાઇલ ફોનનો ઘા કરી દીધો હતો.આ અંગે પોલીસમેનની ફરિયાદ પરથી બંને આરોપી સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરજમાં કાવટનો ગુનો નોંધાયો છે.સામપક્ષે પોલીસમેન પણ પથ્થર લઇને મારવા દોડયા હોય તેવું ગઇકાલે વાઇરલ થયેલા વીડિયોમાં નજરે પડયું હતું.





જાણવા મળતી વિગતો મુજબ,ગઇકાલે સાંજે ઢેબર રોડ સાઉથ ખાતે આવેલા વિરાણી ફાટક પાસે ફરજના ટ્રાફિક કોન્સ્ટેબલ લખનભાઈ રાજાભાઈ સુસરા (રહે.પોલીસ હેડકવાર્ટર)એ હોસ્પિટલમાં દાખલ થઈને ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાંજે વિરાણી ફાટક પાસે તેઓ પોતાની ફરજ પર હતા ફાટક બધં હોવા છતાં બાઈકમાં સવાર બે શખ્સો બાઇક નીચેથી ગળકાવીને કાઢી રહ્યાા હતા તેમને ના કહેતા બોલાચાલી થઈ હતી.





કોન્સ્ટેબલે ડ્રાઈવિંગ લાયસન્સ, કાગળો વગેરે માગતા ઉશ્કેરાયેલા બાઈક સવાર શખ્સોએ પોલીસને ફાડકા મારી તેમના ઉપર લાકડાના ધોકા માથામાં અને પીઠમાં ઝીંકી દઈ તેમજ પથ્થરના ઘા છાતી અને પેટમાં કરી આખા શરીરે ઈજા પહોંચાડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત મોબાઈલ ઝૂંટવીને ઘા કરી દીધો હતો.આ હત્પમલામાં પોલીસમેનને ઇજા પહોંચી હોય તેમને સારવાર લેવાની ફરજ પડી હતી.આરોપીએ મારેલા ફડાકાથી કોન્સ.ને સંભળવાવાનું બધં થઇ ગયું હોય કાનનો પડદો ફાટી ગયા હોવાની શંકા છે.કોન્સ. પોતાની ફરીયાદમાં આરોપી તરીકે મોટરસાયકલ ચાલક કરણ નામનો શખ્સ અને પાછળ બેઠેલો નાગજી ગઢવી નામનો શખ્સ હોવાનું જણાવ્યું હતું. આ મામલે ભકિતનગર પોલીસે બંને સામે આઇપીસીની કલમ ૩૩૨, ૩૩૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬, ૪૨૭, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.




બીજી તરફ આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.તેમજ પોલીસ અને હત્પમલાખોરો વચ્ચેની ઝપાઝપીના દ્રશ્યો કોઈએ મોબાઈલ મારફતે સોશ્યલ મીડિયામાં મુકતા આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની માફક ઝડપથી પ્રસર્યેા હતો.જોકે વીડિયોમાં પોલીસમેન પણ પથ્થર લઇ મારવા દોડયા હોવાનું નજરે પડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application