જામનગર જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ દ્વારા નાગરિકોને મતદાન કરવા અપીલ કરાઈ
જામનગર જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ દ્વારા નાગરિકોને મતદાન કરવા અપીલ કરાઈ
April 22, 2026 05:28 PM
જામનગર જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ દ્વારા નાગરિકોને મતદાન કરવા અપીલ કરાઈ
જામનગર તા.૨૨ એપ્રિલ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬માં મહત્તમ મતદાન થાય તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચ થકી મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
બાસ્કેટ બોલ મેચમાં ખેલાડીઓ તેમજ તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગે શપથ લીધા હતા.આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારીશ્રી ભાવેશ રાવલીયા અને બાસ્કેટબોલ કોચશ્રી સુનીલ ઠાકર દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.