આગામી તા. 05 ફેબ્રુઆરીના દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાશે 

  • February 01, 2023 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. 05 ફેબ્રુઆરીના દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાશે 

તા. 03 ફેબ્રુઆરી સુધી આ શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગો રજીસ્ટ્રેશન કરાવી શકશે 

જામનગર: અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાશે. આ નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગ અથવા તેમના વાલીએ પોતાનું નામ અને વિકલાંગતાની વિગત સાથે આગામી તા. 03 ફેબ્રુઆરી સુધીમાં દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ, જામનગરના સેક્રેટરી શ્રી રિયાબેન ચિતારા (મો. નંબર 9484772277) પાસે નોંધણી કરાવવાની રહેશે. 



આ શિબિર આગામી તા. 05 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 થી 12:00 કલાક દરમિયાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, રણજીત સાગર રોડ, ગ્રીન સીટી રોડ નં. 1, નવાનગર બેન્ક પાછળ, જામનગર ખાતે યોજાશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર 30 વ્યક્તિઓ પૂરતું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. મનોદિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં તેમના વાલીએ જ આ શિબિરમાં ઉપસ્થિત રહેવું. 


કાર્યક્રમમાં નામાંકિત વકીલો દ્વારા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેના આધિનિયમ-2016/2017, ઘી નેશનલ ટ્રસ્ટ એક્ટ-1999, ઘી નેશનલ ટ્રસ્ટ રુલ-2000 અને માહિતી અધિકાર અધિનિયમ-2005 વિષે જાણકારી આપવામાં આવશે. તેમ દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application